મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના રિલાયન્સ માર્ટ મોલમાં કર્મચારીને માર મારીને સીન નાખવા ગયેલ શખ્સની ધરપકડ


SHARE









મોરબીના રિલાયન્સ માર્ટ મોલમાં કર્મચારીને માર મારીને સીન નાખવા ગયેલ શખ્સની ધરપકડ

મોરબી શહેરના સનાડા રોડ ઉપર આવેલ રિલાયન્સ માર્ટ મોલની અંદર નોકરી કરતા કર્મચારીને ત્યાં માલની ખરીદી કરવા માટે આવેલા શખ્સે સ્પ્રેનો ભાવ પૂછ્યો હતો અને ત્યારે કાઉન્ટર પાસે વધુ ગ્રાહક હોવાથી યુવાને થોડીવાર રાહ જોવા માટે કહ્યું હતું જે બાબત તે શખ્સને સારી નહીં લાગતા તેણે ટેબલ ઉપર સ્પ્રેની બોટલનો ઘા કર્યો હતો અને ત્યારબાદ ગાળો આપતો હતો જેથી યુવાને ગાળો આપવાની ના કહેતા તેના ગાલ ઉપર બે થી ત્રણ ફડાકા જીકી દીધા હતા અને “હું કોણ છું તું મને ઓળખે છે, બહાર નીકળ તને જાનથી મારી નાખવો છે” તેવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ પાસે આવેલ બૌદ્ધનગર સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઈ દિનેશભાઈ પરમાર (ઉંમર ૨૨) નામના યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ નં. ૭૮૭૮૬ ૫૩૫૩૫ વાળા રાહુલભાઈની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા. ૭/૮ ના રોજ મોડી સાંજે સાડા આઠેક વાગ્યે આરોપી રિલાયન્સ માર્ટ મોલમાં સ્પ્રે લેવા માટે આવ્યો હતો અને ત્યારે તેણે કાઉન્ટર ઉપર આવીને ફરિયાદી યુવાન ત્યાં બેઠો હતો તેને સ્પ્રેની પ્રાઈઝ પૂછી હતી અને ત્યારે મોલમાં ગ્રાહકો વધુ હોવાથી ફરિયાદી યુવાને થોડીવાર રાહ જોવા માટે કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને તેને પોતાના હાથમાં રહેલ સ્પ્રેની બોટલનો સીધો ટેબલ ઉપર ઘા કર્યો હતો અને ત્યારબાદ ફરિયાદી યુવાનને ગાળો આપી હતી ત્યારે ફરિયાદી યુવાને ગાળો આપવાની ના કહેતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સે તેને ગાલ ઉપર બે થી ત્રણ ઝાપટો મારી હતી અને કહ્યું હતું કે “હું કોણ છું, તું મને ઓળખે છે, તું બહાર નીકળ તને જાનથી મારી નાખવો છે” તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપી રાહુલ અશ્વિનભાઈ કોટેચા જાતે લોહાણા (૩૧) રહે. રવાપર રોડ લોટસ એપાર્ટમેંટ મોરબી વાળાની ધરપકડ કરેલ છે




Latest News