વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં કુબેર સિનેમા પાસે વૃદ્ધના હાથમાંથી ૧.૭૫ લાખ ભરેલ થેલી ઝૂંટવીને અજાણ્યો શખ્સ ફરાર


SHARE









મોરબીમાં કુબેર સિનેમા પાસે વૃદ્ધના હાથમાંથી ૧.૭૫ લાખ ભરેલ થેલી ઝૂંટવીને અજાણ્યો શખ્સ ફરાર

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કુબેર સિનેમા પાસેથી પસાર થયેલા વૃદ્ધ પોતાના હાથમાં કપડાની થેલીમાં રોકડા રૂપિયા અને કેબિનની ચાવી મૂકીને જતાં હતા ત્યારે અજાણ્યા શખ્સે તેની પાસે રહેલ રોકડા રૂપિયા ભરેલ થયેલી ઝૂંટવી લીધી હતી અને તે થેલી લઈને નાશી ગયો હતો જેથી હાલમાં ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૧.૭૫  લાખ રૂપિયા રોકડા તેમજ કેબીનની ચાવીની થેલીની ચોરી કરીને અજાણ્યો શખ્સ નાસી છૂટેલ છે જેથી કરીને વૃદ્ધની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વખતે પ્રમાણે મોરબીમાં કુબેર સિનેમાની પાછળના ભાગમાં ત્રાજપર ધાર વિસ્તારમાં રહેતા દેવજીભાઈ નાગજીભાઈ ગણેશિયા જાતે કોળી (ઉંમર ૬૫) ગત તા. ૮ ના રોજ સવારે ૬ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કેબિન તરફ જઈ રહ્યા હતા અને ત્યારે તેના હાથમાં કપડાની થેલી હતી જેમાં રોકડા રૂપિયા ૧.૭૫ લાખ તેમજ દુકાનની ચાવી હતી આ થેલી અજાણ્યા શખ્સ દ્વારા આંચકીને ઝૂંટવી લેવામાં આવી હતી અને થેલી લઈને તે નાસી ગયો હતો જેથી કરીને ઘરમેળે તપાસ કરવામાં આવી છતાં પણ કોઈ જગ્યાએથી થેલી લઈને નાસી ગયેલા શખ્સનો પતો લાગ્યો ન હતો જેથી ભોગ બનેલા દેવજીભાઈ ગણેશિયાએ હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધવાતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News