મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેરમાં તાજીયા જુલસ દરમ્યાન હથિયાર લાગતા બે લોકો રાજકોટ ખસેડાયા


SHARE









મોરબી અને વાંકાનેરમાં તાજીયા જુલસ દરમ્યાન હથિયાર લાગતા બે લોકો રાજકોટ ખસેડાયા

ગઈકાલે મુસ્લિમ સમાજનો પવિત્ર એવો મહોરમનો તહેવાર હોય માતમ મનાવવા માટે લોકો તાજીયા જુલુસમાં એકત્રિત થયા હતા.આ ઝુલુસ દરમ્યાનમાં મોરબી અને વાંકાનેર ખાતે હથીયાર લાગી જવાના બે બનાવો બન્યા હતા.જેમાં ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

ગઈકાલે મુસ્લિમ સમાજનો પવિત્ર એવો મહોરમનો તહેવાર હતો.જેમાં માતમ મનાવવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.મોરબી જિલ્લામાં મોરબી સીટી તેમજ ગ્રામ્ય વિસ્તાર સાથે સાથે માળિયા(મિંયાણા), વાંકાનેર, ટંકારા અને હળવદ સહિતના જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ માતમ મનાવવામાં આવ્યું હતું અને તે દરમિયાન નીકળતા તાજીયા જુલુસમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.મોરબીમાં તાજીયા જે તે વિસ્તારોમાં ફર્યા હતા અને રાત્રે નગર દરવાજા ચોકમાં ઠંડા પડ્યા હતા.આ દરમિયાન હથીયાર લાગી જવાના બે બનાવો સામે આવ્યા છે.જેમાં મોરબીના સબજેલ ચોક પાસેના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા હસનભાઈ ઉસ્માનભાઈ બલોચ નામના 27 વર્ષીય યુવાનને તાજીયા જુલુસ દરમિયાન છાતીમાં છરી લાગી જતા તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો તે જ્યારે દરબારગઢ પાસે હતો તે દરમિયાન તાજીયાના જુલુસમાં તેને છાતીમાં છરી લાગી ગઈ હતી અને જેથી કરીને તેને રાજકોટ ખસેડાયો હતો.તે રીતે જ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા ઇમરાન આમદ આગરીયા નામના 30 વર્ષીય યુવાનને વાંકાનેરના શાકમાર્કેટ ચોક પાસે તાજીયા જુલુસ દરમિયાન તલવાર લાગી ગઈ હતી અને તલવાર લાગી જવાના લીધે તેને પણ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.




Latest News