મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં કુદરતી હાજતે ગયેલ સગીર સાથે બળજબરી કરીને ગર્ભ રાખી દેનાર ઇસમની ધરપકડ


SHARE









મોરબીમાં કુદરતી હાજતે ગયેલ સગીર સાથે બળજબરી કરીને ગર્ભ રાખી દેનાર ઇસમની ધરપકડ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરી નદીકાંઠા તરફ કુદરતી હાજતે માટે ગઈ હતી ત્યારે બે વખત જુદા જુદા સમયે તેની સાથે બળજબરી કરવામાં આવી હતી જેથી સગીરાને ગર્ભ રહી ગયો હતો જેની પરિવારને જાણ થતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી બાદમાં સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે તપાસ કરીને મોરબી બી ડિવિઝન પીઆઇ દ્વારા દુષ્કર્મ આચારનાર ઇસમની ધરપકડ કરવામાં આવેલ છે

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી જ્યારે નદી કાંઠે કુદરતી હાજતે ગઈ હતી ત્યારે તેની પાછળ જઈને બે વખત બળજબરી આચરવામાં આવતા સગીરને ચાર માસનો ગર્ભ રહી ગયો હતો અને દુષ્કર્મ આચારનારે ધમકી આપી હતી કે, “જો કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ” જેથી સગીરા ચૂપ રહી હતી ત્યાર બાદ સગીરાના પરિવારને બનાવની જાણ થતાં સગીરાની માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા દ્વારા તપાસ ચલાવીને પીઆઇ દેકાવાડિયા દ્વારા આરોપી વિપુલ વશરામ મકવાણા જાતે કોળી (ઉમર ૨૪) રહે. વેજીટેબલ રોડ સામાકાંઠે મોરબી-૨ વાળાની ધરપકડ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા
વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે રહેતો ગુલામ મોઇનુદિન શેરસીયા નામનો ૩૦ વર્ષનો યુવાન વાંકાનેર તરફ જતો હતો ત્યારે રસ્તામાં સિંધાવદર ગામ પાસે તેના બાઇકને કાર ચાલકે હડફેટ લેતા ઇજા થવાથી તેને અત્રેની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો તે રીતે જ મૂળ રાજસ્થાનનો ભેરુસિંગ નામનો ૫૪ વર્ષીય ડ્રાઇવર પોતાનો ટ્રક લઈને જતો હતો ત્યારે મોરબીના કંડલા હાઇવે ઉપર આવેલ ઓવરબ્રિજ નજીક તેનો ટ્રક અન્ય ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત થયેલા ભેરુસિંગને પણ શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો તેમજ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે રહેતા આશીબેન હયાતભાઈ વડાલીયા નામના ૭૦ વર્ષીય વૃદ્ધા પગપાળા જતા હતા ત્યારે અજાણ્યા બાઇક તેઑને હડફેટે લેતા તેઓને પણ ઈજા તથા સારવાર માટે મોરબી ખસેડાયા હતા.




Latest News