મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ચૂંટણીકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવાની ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરાઇ


SHARE







મોરબી જીલ્લામાં ચૂંટણીકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવાની ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરાઇ

ચૂંટણી શાખા દ્વારા ચૂંટણીકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવાની ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ હવે દરેક મતદાર જાતે જ ચૂંટણીકાર્ડ સાથે આધારકાર્ડ લીંક કરી શકે છે. આ સગવડ થકી માત્ર પાંચ જ મિનિટમાં આપ ઘર બેઠા જાતે જ આ પ્રક્રિયા કરી શકશો.

ચૂંટણીકાર્ડ સાથે આધારકાર્ડને લિંક કરાવવા માટે ઓનલાઈનના ફોર્મ ભરવા માટે પ્લે સ્ટોર માંથી વોટર હેલ્પલાઇન એપ્લીકેશન ડાઉનલોડ કરવાની રહેશે. એપ્લીકેશન શરૂ કર્યા બાદ લેટ્સ સ્ટાર્ટ પર ક્લિક કરી મોબાઈલ નંબર નાખી ઓટીપીથી નંબર વેરીફાઈ કરવાનો રહેશે. મોબાઈલ નંબર વેરીફાઈ થાય એટલે epic નંબર અને રાજ્યની પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ બાકી સંલગ્ન વિગતો નાખી એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ આધારનંબર અને મોબાઈલ નંબર નાખી પ્રક્રિયા સંપૂર્ણ કરતા આધારકાર્ડ ચૂંટણીકાર્ડ સાથે લિંક થયાનો મેસેજ આવશે. આ પ્રોસેસ અનુસાર વહેલી તકે તમામ લોકો આધારકાર્ડ ચૂંટણીકાર્ડ સાથે લિંક કરી લે તે જરૂરી છે.






Latest News