રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબી મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા રેલી યોજાઇ: માણેકવાડાની શાળામાં માતાની સ્મૃતિમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું 


SHARE







મોરબી મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા યોજાઈ જાગૃતિ અભિયાન રેલી

મોરબીની જે.એ. પટેલ મહિલા કોલેજની વાણિજ્ય શાખાની તમામ વિદ્યાર્થીનીઓ દ્વારા આજે તિરંગા રેલી યોજવામાં આવી હતી. જેમાં ૪૦૦ જેટલી વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી આ રેલી ચિત્રકૂટ, ચંદ્રેશ, પુનિત, સરદારનગર, હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, નવા બસ સ્ટેશન, સરદાર બાગ વગેરે સ્થળોએ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે જાગૃતિ રેલીઓ યોજવામાં આવી હતી. જેમાં એમ.વી. દલસાણીયા અને પ્રિન્સિપાલ ડો. પી.કે.પટેલ પણ જોડાયા હતા.

મોરબીના માણેકવાડા ગામની શાળામાં માતાની સ્મૃતિમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું 

માતા-પિતાને તેમના  પ્રિય હોય છે અને તેમના જીવતા તેમ તેમને  કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય તેવા તમામ  પ્રયત્ન કરતા હોય છે. અને તેમના અવસાન બાદ સંતાનોને તેમની ખોટ કાયમી રહેતી હોય છે. પરિજનો દ્વારા પણ તેમની યાદ કાયમી સચવાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે  ઘણા કુટુંબ એવા પણ છે જે તેમના સ્વજનોની યાદમાં પરોપકારના કામ પણ કરતા હોય છે  જોકે મોરબીમાં રહેતા સવિતાબેન ઓધવજીભાઈ દેત્રોજાનું ગત તા. ૨૬ જુલાઈના રોજ અવસાન થયું હતું અને માતાની યાદગીરી રૂપે તેમના પુત્ર તેમજ પરિવારના સભ્યો એવા  મનસુખભાઈ ઓધવજીભાઈ, રમેશભાઈ ઓધવજીભાઈ, જયંતિલાલભાઈ ઓધવજીભાઈ નરેશભાઈ કાંતિભાઈના હસ્તે મોરબીના માણેકવાડા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરવા ૧૦૦ જેટલા રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કર્યું હતું આ તકે શાળાના આચાર્ય શિક્ષકો તેમજ વિધાર્થીઓએ દેત્રોજા પરિવારનો અભાર વ્યક્ત કર્યો હતો




Latest News