મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં લોકોએ તિરંગાને પૂરા સન્માન સાથે લહેરાવવો


SHARE







મોરબી જીલ્લામાં લોકોએ તિરંગાને પૂરા સન્માન સાથે લહેરાવવો

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ શું છે આ હર ઘર અભિયાન. આ અભિયાન થકી કેન્દ્ર સરકારે ૨૦ કરોડ ઘર પર તિરંગો ફરકાવાનું લક્ષ્ય રાખ્યું છે. જે અંતર્ગત દરેક રાજયમાં ૧ કરોડ તિરંગાની વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં ૭૦ લાખ તિરંગા કેન્દ્ર મોકલશે તથા ૩૦ લાખની વ્યવસ્થા રાજય સરકાર દ્વારા કરવામાં આવશે. આ રાષ્ટ્ર ધ્વજ ત્રણ સાઈઝમાં ઉપલબ્ધ હશે. તેની કિંમત ૯૧૮ અને ૨૫ રૂપિયા રાખવામાં આવી છે.

હર ઘર તિરંગા અભિયાન હેઠળ તમે તિરંગો ફરકાવો ત્યારે રાષ્ટ્રધ્વજ ફાટેલો કે કરચલી પડેલો ન હોવો જોઈએતિરંગો જે ઊંચાઈએ ફરકતો હોયતેનાથી વધારે ઊંચે બીજો કોઇ ધ્વજ ન ફરકાવાયરાષ્ટ્રધ્વજનો કોઇ પણ પ્રકારના શણગાર માટે ઉપયોગ ન થવો જોઈએરાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતેકેસરી રંગ ઉપરની તરફ રહે તે ધ્યાન રાખવુંરાષ્ટ્રધ્વજના દંડ કે રાષ્ટ્રધ્વજ પર ફૂલ,તોરણહાર વગેરે ન મૂકવાં જોઈએકોઇ વસ્તુ છુપાવવા માટે તેનો ઉપયોગ ન થવો જોઈએરાષ્ટ્રધ્વજ જમીન પર ન પડેલો હોવો જોઈએ કે ન પાણીમાં તરતી અવસ્થામાં હોવો જોઈએજો જરૂરી હોય તો તેની અંદરની બાજુએ ફૂલ મુકી શકાય છે તથા રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે તે દંડની જમણી તરફ હોવો જોઈએ વગેરે બાબતોનું ખાસ ધ્યાન રાખવું.

વાત કરીએ ફ્લેગ કોડની તો,  ફ્લૅગ કોડમાં ત્રણ ફેરફાર કરાયા છે જે હેઠળ પહેલા સુર્યોદય પછી અને સુર્યાસ્ત પહેલાં રાષ્ટ્રધ્વજ ફરકાવાનોખુલ્લી જગ્યામાં કે ઘર પર તિરંગો ન ફરકાવી શકાય તથા માત્ર ખાદીના કાપડનો ધ્વજ ફરકાવી શકાશે તેવા નિયમો હતા. જ્યારે હવે રાષ્ટ્રધ્વજ દિવસે અને રાત્રે બંને સમય ફરકાવી શકાશેખુલ્લી જગ્યામાં કે ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે તથા ખાદી સિવાયના કાપડનો ધ્વજ પર ફરકાવી શકાશે.






Latest News