મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીની નીલકમલ સોસાયટીમાં પરિણીતાએ કર્યો આપઘાતનો પ્રયાસ


SHARE













મોરબીની નીલકમલ સોસાયટીમાં પરિણીતાએ કર્યો આપઘાતનો પ્રયાસ

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નીલકમલ સોસાયટીમાં રહેતી પરણીતા કોઈ કારણોસર તેના ઘરે ગળાફાંસો ખાઈ ગઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નીલકમલ સોસાયટીમાં ઇન્ડિયા ટાઇલ્સની સામેના ભાગમાં રહેતા સોલંકી ગીતાબેન જીતેન્દ્રભાઈ (ઉમર ૩૦) પોતાના ઘરે ગઈકાલે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ ગયા હતા જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરિણીતાનો લગ્ન ગાળો છ વર્ષનો છે જોકે તેને કયા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો હતો તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે

જુગાર
મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ ધોળેશ્વર રોડ ઉપર સમાધિ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપર જગદીશભાઈ ભગવતીપ્રસાદ પંડ્યા, ઈરફાનભાઇ વલીમભાઈ કટારીયા, રહીમભાઈ કરીમભાઈ નારેજા અને ફારુકભાઈ ઈશાકભાઈ શેખ જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૬૮૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગાર ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી

બાઇક મળ્યું
મોરબીના જુના ધૂટું રોડ ઉપર આવેલ સન વર્લ્ડ ચોકડી પાસેથી નંબર વગરનો બાઈક બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું જેથી મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા ૩૦ હજાર રૂપિયાની કિંમતનું બાઇક કબજે કરીને તેના મલીકને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે






Latest News