મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં એકટીવા ચલાવવાની બાબતે થયેલ મારા મારીના પિતા-પુત્રની ધરપકડ


SHARE







મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં એકટીવા ચલાવવાની બાબતે થયેલ મારા મારીના પિતા-પુત્રની ધરપકડ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં એકટીવા ધીમું ચલાવવા માટે થઈને ઠપકો આપ્યો હતો તે વાતના મનદુઃખને લઈને બે પરિવાર વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો અને સામસામી ફરિયાદો પણ નોંધાઈ હતી હાલમાં એક ફરિયાદમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા પિતા પુત્રની ધરપકડ કરવામાં આવેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વેજીટેબલ રોડ ઉપર ભાગ્યલક્ષી સોસાયટીમાં રહેતા વનરાજસિંહ ભુપતસિંહ ઝાલા (૬૧)એ ધ્રુવરાજસિંહ કનકસિંહ જાડેજા અને કનકસિંહ જાડેજાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, ધ્રુવરાજસિંહ જાડેજા તેઓના ઘર પાસે શેરીમાંથી એકટીવા સ્પીડમાં ચલાવીને નીકળ્યા હતા જેથી તેને એકટીવા ધીમુ ચલાવવા માટે ઠપકો આપ્યો હતો તે વાતનું મનદુઃખ રાખીને ધ્રુવરાજસિંહ અને તેના પિતા કનકસિંહ તેના ઘર પાસે આવ્યા હતા અને ગાળો આપી હતી અને ત્યારબાદ ધોકા વડે માર માર્યો હતો ત્યારે માથામાં ઇજા થઈ હતી જેથી ઈજા પામેલા વનરાજસિંહ ઝાલાને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ધ્રુવરાજસિંહ કનકસિંહ જાડેજા (૨૧) અને કનકસિંહ તખુભા જાડેજા (૫૮) રહે. બંને ભાગ્યલક્ષ્મી સોસાયટી વાળાની ધરપકડ કરેલ છે






Latest News