મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્રારા યોજાતા લોકડાયરામાં લોકોનો જમાવડો, ભાજપ-કોંગ્રેસ એલર્ટ..?!


SHARE

















મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્રારા યોજાતા લોકડાયરામાં લોકોનો જમાવડો, ભાજપ-કોંગ્રેસ એલર્ટ..?!

માળીયા તાલુકાના નાની બરાર ગામે આમ આદમી પાર્ટી દ્વારા ડાયરોનું આયોજન કરવામાં આવ્યુ હતું. જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાનીમાં ડાયરો અને જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ઘણા યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.આ તકે મોરબી માળીયા વિધાનસભા સંગઠન મંત્રી હીરાભાઈ કાનગડ, વનરાજસિંહ વાઘેલા, ચેતન લોરીયા, જગદીશ ખીંટ, પ્રફુલભાઈ હોથી, કમલેશભાઈ પટેલ, હિતેશભાઈ ભટ્ટ, વિપુલભાઇ રબારી, હિતેશ વરમોર, હરિભાઈ કાનગઢ, અરવિંદભાઈ ગઢવી સહિતના હોદેદારો ટીમ સાથે મોટી સંખ્યામાં તેમજ ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

જે રીતે દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ ચલાવી રહ્યા છે અને તેને લઈને આમ આદમી (લોકો) ના ખર્ચમાં જે રીતે કાપ આવી રહ્યો છે (બચત થઇ રહી છે.) એટલે કે શિક્ષણ, આરોગ્ય અને વીજબીલ સહિતની બાબતોમાં જે રીતે આમ આદમી પાર્ટી દ્વારા લોકોને 'આર્થિક રાહત' આપવામાં આવેલ છે તેને લઈને દિલ્લી બાદ બુદ્ધિશાળી ગણાતા રાજ્યો પૈકીના એક એવા પંજાબમાં પણ સત્તા પરિવર્તન થયું છે અને બાદમાં આજે જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પગપેસારો થઈ રહ્યો છે.રાજકોટ-જામનગર સહિતના વિસ્તારોમાં કેજરીવાલ દ્વારા સભાઓ યોજવામાં આવી રહી છે અને હાલ મોરબીમાં પણ જુદા જુદા વિસ્તારમાં લોક ડાયરાના આયોજન થઈ રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં યુવાનો અને આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બને ઊંઘતા ઝડપાય તો નવાઈ નહીં.

જીલ્લા મહામંત્રીની પુત્રી ના જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના મહામંત્રી ચેતનભાઈ લોરીયાની પુત્રી ચી.કૈરવીના જન્મદિવસ પર કેક તથા ચોકલેટ અને પાર્ટીના ખોટા ખર્ચ કર્યા વગર અને જન્મદિવસ ની સાચી અને પ્રેરણાદાયક ઉજવણી માટે ચેતનભાઈ લોરીયા તથા તેમના પરિવાર દ્વારા એક અલગ રીતે જન્મદિવસની ઉજવણી કરી જેમાં મોરબી ની આંબાવાડી સરકારી સ્કૂલ તથા મોરબી અનાથ આશ્રમમાં વિધ્યાર્થીઓને તથા આશ્રમના બાળકોને મધ્યાહન ભોજન કરાવી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી જનતાને એક અલગ મેસેજ આપ્યો છે.




Latest News