મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની આજથી અચોક્કસ મુદતની હડતાળ


SHARE







મોરબી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની આજથી અચોક્કસ મુદતની હડતાળ

રાજ્યમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા પગાર વધારો કરવા સહિતની જુદીજુદી માંગણી સાથે સરકારમાં અગાઉ રજૂઆતો કરવામાં આવી છે જો કે, સરકાર દ્વારા તેને ધ્યાને લેવામાં આવતી નથી જેથી રાજ્ય વ્યાપી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ જોડાયા છે અને આજથી મોરબી જિલ્લાના ૨૫૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતાર્યા છે

મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારીઓના પગાર વધારો કરવો, ટેકનીકલ સ્ટાફ તારીખે તેઓને ગણવામાં આવે તે સહિતની માંગણીઓને લઈને એક નહી પરંતુ અગાઉ અનેક વખત સરકારમાં રજૂઆત કરવામાં આવી છે આટલું જ નહીં આંદોલન પણ કરવામાં આવ્યું હતું તો પણ સરકાર દ્વારા સંતોષકારક કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી જેથી આજથી મોરબી જીલ્લામાં જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘની દ્વારા ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ અચોક્કસ મુદાતની હડતાળ કરવામાં આવી છે જેમાં જુદા જુદા સેન્ટરમાં ફરજ બજાવતા ૨૫૦ જેટલા આરોગ્યકર્મી ભાઈઓ તથા બહેનોનો જોડાયેલ છે અને સરકારી તમામ કામગીરીને કર્મચારીઓ દ્વારા આજથી બંધ કરવામાં આવી છે અને પગાર વધારા સહિતની માંગણીઓને સરકાર દ્વારા સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા જે કાર્યક્ર્મ નક્કી કરવામાં આવશે તેમાં મોરબી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પણ જોડાશે તેવું આગેવાનોએ જણાવ્યુ છે






Latest News