મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની એમ.પી શેઠ ગર્લ્સ હાઈસ્કુલ ખાતે કૃષિને લગતા વ્યવસાયલક્ષી શિક્ષણનો મંત્રીએ પ્રારંભ કરાવ્યો


SHARE







મોરબીની એમ.પી શેઠ ગર્લ્સ હાઈસ્કુલ ખાતે કૃષિને લગતા વ્યવસાયલક્ષી શિક્ષણનો મંત્રીએ પ્રારંભ કરાવ્યો

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં મોરબીની એમ.પી શેઠ ગર્લ્સ હાઈસ્કુલ ખાતે કૃષિ (પ્રાકૃતિક ખેતી)ને લગતા વ્યવસાયલક્ષી શિક્ષણનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ શાળાની વિદ્યાર્થીઓને જીવનમાં વૃક્ષનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આપણને પ્રાણવાયુ એવો ઓક્સિજન પૂરું પાડીને વૃક્ષો જીવનદાતાનું કામ કરે છે. ઉપરાંત શાળાના મેદાનમાં વનરાજી ઉભી કરવા બદલ શાળાના આચાર્ય તેમજ સ્ટાફ ગણને મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા તેમજ શાળામાં કૃષિ (પ્રાકૃતિક ખેતી) અંગે વ્યવસાયલક્ષી શિક્ષણનો પ્રોજેક્ટ શરૂ કરવા બદલ પણ શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે મંત્રીશ્રીએ હાઈસ્કુલના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ તકે મંત્રી સાથે મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, આર.એફ.ઓ. જયદીપસિંહ જાડેજા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા તેમજ શાળાના આચાર્ય સહિત સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા






Latest News