મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ મોરબીમાં બેફામ ગતિએ સ્કોર્પિયો દોડાવનારા શખ્સની સામે ગુનો નોંધાયો: ગાડી કબ્જે કરીને આરોપીની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વાર નવરાત્રિ નિમિતે રંગ રાત્રી મહોત્સવ યોજાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં લંપી ડિસીઝ સંદર્ભે જાહેરનામું બહાર પડાયું


SHARE









મોરબી જીલ્લામાં લંપી ડિસીઝ સંદર્ભે જાહેરનામું બહાર પડાયું

"લમ્પી સ્કીન ડીસીઝ" પશુઓ માટેનો એક અનુસૂચિત રોગના સંદર્ભમાં ગુજરાત રાજયના મોરબી જિલ્લાને નિયંત્રિત વિસ્તાર" તરીકે એનીમલ પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ ઈન્ફેકશિયસ એન્ડ કન્ટેજીસ ડિસીઝ ઇન એનિમલ્સ એક્ટ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને તાત્કાલિક અસરથી જાહેર કરવામાં આવ્યો છે. જેથી પ્રવર્તમાન પરિસ્થિતિ અન્વયે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછારે એનીમલ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ઈન્ફેકશિયસ એન્ડ કન્ટેજીસ ડીસીઝ ઇન એનિમલ્સ તથા સી.આર.પી.સી. કલમ-૧૪૪ હેઠળ નિયંત્રણો મુકવા જાહેરનામું બહાર પાડેલ છે.


આ જાહેરનામા અનુસાર લમ્પી સ્કીન ડિસીઝ” (ગઠ્ઠો ચામડીના રોગ) ને અટકાવવા અને તેને નિયંત્રિત કરી શકાય તે માટે ઢોરને જ્યાં રાખવામાં આવ્યા હોય ત્યાંથી તેમની અવરજવરને પ્રતિબંધિત કરવા, મોરબી જિલ્લાની હદની અંદર અથવા બહાર અન્ય સ્થળોએ તેમજ અત્રેના જિલ્લામાં જીવંત પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને આવા પ્રાણીઓના મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.આ જાહેરનામું તા.૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામું વેક્સીનેશન માટે લઇ જવાતા પ્રાણીના અવર-જવર માટે લાગુ પડશે નહી




Latest News