મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની ઉમા ટાઉનશિપમાં તિરંગા યાત્રા યોજાઇ: સર્વોપરિ શૈક્ષણિક સંકુલ-વાવડીની સરકારી શાળામાં અનોખી ઉજવણી કરાઇ


SHARE







મોરબીની ઉમા ટાઉનશિપમાં તિરંગા યાત્રા યોજાઇ: સર્વોપરિ શૈક્ષણિક સંકુલ-વાવડીની સરકારી શાળામાં અનોખી ઉજવણી કરાઇ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજે મોરબી જિલ્લાના જુદા જુદા સેન્ટરો ઉપર દેશનો તિરંગો લહેરાવીને લોકોએ દેશ પ્રત્યેની પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે ત્યારે જો વાત કરીએ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશિપની તો ત્યાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાની હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્યાં રહેતા લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને સમગ્ર વિસ્તારની અંદર તિરંગા યાત્રા નીકળી ત્યારે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા પણ યાત્રામાં જોડાયેલા લોકોએ લગાવ્યા હતા આ ઉપરાંત મોરબી નજીક આવેલ સર્વોપરિ શૈક્ષણિક સંકુલ ખાતે પણ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિશે ઉજવણી કરવામાં આવી હતી અને બાળકો દ્વારા તિરંગા સાથે આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેની માનવ કૃતિ બનાવવામાં આવી હતી આવી જ રીતે જ વાત કરીએ મોરબી નજીકના વાવડી ગામની તો વાવડી ગામે આવેલ સરકારી કુમાર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પણ ૭૫ વર્ષ આઝાદીને પૂર્ણ થયા છે ત્યારે તેની માનવ કૃતિ બનાવીને અનેરી રીતે દેશ પ્રત્યેની લાગણી અને ભાવનાઓને પ્રગટ કરી હતી






Latest News