મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાઇપાસ રોડે સિરામિક ટ્રેડિંગના ભાગીદારને ભાગીદારે છરીના ઘા ઝીકયા: બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ


SHARE







મોરબીના કંડલા બાઇપાસ રોડે સિરામિક ટ્રેડિંગના ભાગીદારને ભાગીદારે છરીના ઘા ઝીકયા: બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ

મોરબી શહેરના કંડલા બાઇપાસ રોડ ઉપર બોલાવીને કમિશનના રૂપિયા માંગતા યુવાનને બે મહિલા સહિત ચાર વ્યક્તિઓએ માર માર્યો હતો અને ત્યારે તે યુવાનને છરીના બે ઘા ઝીંકવામાં આવ્યા હતા જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને ઇજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત ચારની સામે છરી વડે હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોરડી પાસે આવેલ ગેલેક્સી સોસાયટીમાં રહેતા અને સિરામિક ટ્રેડિંગનું ભાગીદારીમાં કામ કરતાં શાહિદભાઈ સુભાનભાઈ મુલતાની (ઉંમર ૩૬) ને સંજયભાઈ શીવાભાઈ કાલાવાડીયા પાસેથી વેપાર ધંધાના કમિશનના ૪૦૦૦૦ રૂપિયા લેવાના હતા જે તેઓએ તેમની પાસે માંગતા સંજયભાઈ કાલાવાડીયાએ ફોન કરીને શાહિદભાઈને કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ ઉમા સ્ટીલ પાસે બોલાવ્યા હતા જેથી સાહિભાઈ મુલતાની ત્યાં પોતાના રૂપિયા લેવા માટે ગયા હતા ત્યારે સંજયભાઈ કાલાવાડીયાએ તું રૂપિયાની ઉઘરાણી કેમ કરે છે તેવું કહીને ગાળો આપી હતી અને ત્યારબાદ પોતાની પાસે રહેલ છરીના બે ઘા ફરિયાદીને પેડુ અને પડખાના ભાગે ઝીકિ દીધા હતા અને સંજયભાઈની સાથે રહેલ તેના દીકરા રુદ્ર સંજયભાઈ કાલાવડીયા, પત્ની ફાલ્ગુનીબેન સંજયભાઈ કાલાવડીયા અને તેઓની સાળી ભાવનાબેને પણ તેને ગાળો આપીને સળિયા વડે માર મારી હતો અને જો રૂપિયા માંગીશ તો જાનથી મારી નાખશું તેવી ધમકી સંજયભાઈ કાલાવાડીયાએ આપી હતી જેથી ભોગ બનેલા શાહિદભાઈ મુલતાનીને સારવાર લઈને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત ચારની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે






Latest News