વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેર, ટંકારા અને માળીયામાં જુગારની ચાર રેડ: ૨૦ જુગારી ૩૯,૩૯૦ ની રોકડ સાથે પકડાયા


SHARE









વાંકાનેર, ટંકારા અને માળીયામાં જુગારની ચાર રેડ: ૨૦ જુગારી ૩૯,૩૯૦ ની રોકડ સાથે પકડાયા

વાંકાનેર, ટંકારા અને માળીયા તાલુકામાં જુગારની જુદીજુદી ચાર રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ૨૦ જુગારીઓ ૩૯૩૯૦ ની રોકડ સાથે પકડાયા હતા જેથી પોલીસે આગળની કાર્યવાહી કરી હતી

વાંકાનેરના નવાપરા ખડીપરા ચોકમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર સુનિલભાઈ શંકરભાઈ સારલા, રાજેશભાઈ છન્નાભાઈ સારલા, ભરતભાઈ અરજણભાઈ સારલા, હર્ષદભાઈ છગનભાઈ ધોળકિયા અને મનોજભાઈ નાનજીભાઈ વાટુકિયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૧૬૫૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેર શહેરમાં આવેલ પંચવટી સોસાયટીમાં જુગારની બીજી રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા રોહિતભાઈ દિલીપભાઈ પરમાર, રસિકભાઈ પ્રભુભાઈ શંખેસરિયા, મનસુખભાઈ ભગવાનજીભાઈ સીતાપરા અને શંકરભાઈ નાગજીભાઈ પાડલીયા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૩૯૦૦ ની રોકડ તેની પાસેથી કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ટંકારા તાલુકાના ઘુનડા ગામે કોળીવાસમાં કરિયાણાની દુકાનની બાજુમાં જુગાર રમતાઓની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતા સંજયભાઈ રમેશભાઈ વરાણીયા, સાગરભાઇ સવજીભાઈ માલકીયા, ગૌતમભાઈ રાજેશભાઈ ઝીંઝવાડીયા, હિતેશભાઈ રાઘવજીભાઈ માલકીયા અને સવજીભાઈ લવજીભાઈ માલકીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૧૨૩૦૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

માળીયા તાલુકાના નાનીબરાર ગામે ઝાંપા પાસે જુગાર રમતાઓની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા ખીમજીભાઈ છગનભાઈ ચાવડા, ગનીભાઇ આતમભાઈ કડિયા, દેસાભાઇ રામાભાઇ ચાવડા, દિનેશભાઈ દેવદાનભાઈ ચાવડા, જયંતીલાલ મોહનભાઈ મોરડીયા અને વશરામભાઈ દેસાભાઇ ડાંગર જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૧૫૪૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News