મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા સર્કલે પાલિકા દ્વારા મંત્રીના હસ્તે ૧૦૮ ફૂટ ઊંચો તિરંગા લહેરાવવામાં આવ્યો


SHARE







મોરબીના ઉમિયા સર્કલે પાલિકા દ્વારા મંત્રીના હસ્તે ૧૦૮ ફૂટ ઊંચો તિરંગા લહેરાવવામાં આવ્યો

મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે આજે મોરબીમાં ૧૦૮ ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો ત્યારે સાંસદ વિનોદભાઇ ચાવડા અને મોહનભાઇ કુંડારિયા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિતના હોદેદારો, પદાધિકારીઓ તેમજ પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ હાજર રહ્યા અત્રે ઉલેખનીય છે કે, પાલિકા દ્વારા મોરબીમાં કાયમી ધોરણે તિરંગો ખુલ્લા આકાશમાં લહેરાઈ તે માટે શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા ચોક ખાતે ૧૦૮ ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવવા માટેનું આયોજન કરવામાં અવાયું હતું અને આજે રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ તેનું લોકાર્પણ કર્યું હતું તેની સાથોસાથ ૯ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા. અને પાલિકાના ઉપપ્રમુખ જરાજસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, ૧૦૮ ફૂટની ઊંચાઈએ મોરબીમાં હવે કાયમી તિરંગો લહેરાશે.






Latest News