મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

ભારતના ભાગલાની વેદના દર્શાવતી ફોટો પ્રદર્શની મોરબીમાં મંત્રીએ ખુલ્લી મૂકી


SHARE







ભારતના ભાગલાની વેદના દર્શાવતી ફોટો પ્રદર્શની મોરબીમાં મંત્રીએ ખુલ્લી મૂકી

વર્ષ ૧૯૪૭ માં ભારત દેશ આઝાદ થયો તે પર્વે ભારત દેશના બે ભાગલા થયા થાય હતા જેથી કરીને ભારત દેશનું વિભાજન થયું હતું અને ભારતમાંથી પાકિસ્તાન અલગ થયું હતું ત્યારે પાકિસ્તાનના હદ વિસ્તારમાં આવતા ઘણા બધા લોકો ભારત બાજુ આવ્યા હતા અને ભારતમાંથી ઘણા બધા લોકો પાકિસ્તાનની હદમાં ગયા હતા અને ત્યારે ઘણા લોકોને પોતાના ઘર, દુકાન, ધંધા, માલ મિલકત, પરિવારજનો, મિત્રો બધી જ વસ્તુઓને જે સ્થિતિમાં હતી તે જ જગ્યાએ છોડીને નીકળી જવું પડ્યું હતું અને આ પીડાને કોઈ ભૂલી શકે તેમ નથી ત્યારે વિભાજનની વિભાષિકા સ્મૃતિ દિવસ નિમિતે ફોટો પ્રદર્શનનીનું આયોજન મોરબી જિલ્લા ભાજપ દ્વારા આજે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય પાસે કરવામાં આવ્યું હતું જેને રાજ્યના પંચાયતી વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજા અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી તેમજ સાંસદ વિનોદભાઈ ચાવડાએ ખુલ્લુ મૂક્યું હતું ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, ઉપપ્રમુખ નિર્મલભાઇ જારીયા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, રૂચીરભાઈ કારીયા, હીરાભાઈ ટમારીયા, જીગ્નેશભાઈ કૈલા, અરવિંદભાઈ વાસદડીયા, જયદીપભાઈ હુંબલ, મજુલાબેન દેત્રોજા સહિતના ભાજપના આગેવાનો, હોદેદારી અને કાર્યકરો હાજર રહ્યા હતા






Latest News