મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે  નીલકંઠ સ્કૂલ ખાતે ઓપન મોરબી ભારત જ્ઞાન પરીક્ષા યોજાશે


SHARE







મોરબીમાં કાલે  નીલકંઠ સ્કૂલ ખાતે ઓપન મોરબી ભારત જ્ઞાન પરીક્ષા યોજાશે

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલ અને રાષ્ટ્રસેવાને સમર્પિત ઇન્ડિયન લોયોનેશ ક્લબના સયુંકત ઉપક્રમે આઝાદીના ૭૫ માં વર્ષ નિમિતે વિદ્યાર્થીઓમાં ભારતની અસ્મિતા અને દેશ પ્રત્યે ગર્વ થાય તેવા ઉમદા હેતુથી ભારત જ્ઞાન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં યોજાનાર આ પરીક્ષામાં કોઈ પણ સ્કૂલમાં ધો. ૫ થી ૧૨ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. અને સ્પર્ધામાં ભારત દેશ પર આધારિત ૨૫ વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવશે. જેના નિયત સમમર્યાદામાં જવાબ લખવાના રહેશે.ધોરણ ૫ થી ૭, ધોરણ ૮ અને ૯  તેમજ ધોરણ ૧૦, ૧૧, ૧૨ એમ ત્રણ ગ્રુપ પાડવામાં આવ્યા છે અને ત્રણેય ગૃપમાંથી ૧૦-૧૦ વિજેતા બાળકોને પુરસ્કાર સ્વરૂપે ભેટ આપી સન્માનિત કરવામાં આવશે. આ પરીક્ષા ભારત જ્ઞાન પરીક્ષા કાલે ૧૫ ઓગસ્ટે સવારે ૯ થી ૧૦ વાગ્યા સુધી નીલકંઠ સ્કૂલ ખાતે યોજાશે 






Latest News