મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના ગ્રામ્ય વિસ્તારની સગીરાનું અપહરણ કરનાર પકડાયો


SHARE







મોરબીના ગ્રામ્ય વિસ્તારની સગીરાનું અપહરણ કરનાર પકડાયો

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીર વયની યુવતીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવાતા ભોગ બનેલી યુવતીના પિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તાલુકા પોલીસે અપહરણના બનાવની નોંધ કરી હતી અને હાલમાં આરોપીને ઝડપી લઇને આગળની તપાસ હાથ ધરેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તેમના પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે મેહુલ ઉર્ફે મેરૂ ગોરધનભાઈ જોગડીયા જાતે કોળી (ઉમર ૨૨) રહે.નવા પ્લોટ વિસ્તાર રાજપર (શનાળા) તા.જી.મોરબી નામનો ઇસમ અપહરણ કરી ગયો હતો જેથી ભોગ બનેલ સગીરાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે તાલુકા પોલીસે કલમ ૩૬૩, ૩૬૬ (અપહરણ) અને પોકસો એકટની જુદીજુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને ઇનચાર્જ પીઆઇ ગોઢાણીયાએ હાલમાં મેહુલ જોગડીયા જાતે કોળીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરેલ છે.

આધેડ મહિલા સારવારમાં

મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા જયશ્રીબેન મહેશભાઈ ઠાકર નામના ૫૨ વર્ષીય મહિલાએ કોઈ અજાણી ટેબલેટ પી લેતા તેઓને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે જયશ્રીબેનને પેરેલિસિસનો હુમલો આવેલો હોય છેલ્લા સાતેક વર્ષથી પથારીવશ છે અને ગઈકાલે તેઓએ વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાઈ લેતા તેઓને સારવારમાં ખસેડાયા હતા.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દીરાનગર વિસ્તારમાં રહેતા વિનોદ નાનજીભાઈ ચાવડા નામના ૨૮ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના વીસીપરામાં આવેલ મદીના સોસાયટીમાં રહેતો હારૂન ઈસ્માઈલભાઇ મિંયાણા નામનો નવ વર્ષીય બાળક બાઇકમાં જતો હતો ત્યારે બાઈકમાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી સારવારમાં ખસેડાયો હતો.






Latest News