મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી, ટંકારા અને વાંકાનેરમાં જુગારની ૬ રેડ: ૨૯ જુગારી ૧.૧૫ લાખના મુદામાલ  સાથે ઝડપાયા


SHARE















મોરબી, ટંકારા અને વાંકાનેરમાં જુગારની ૬ રેડ: ૨૯ જુગારી ૧.૧૫ લાખના મુદામાલ  સાથે ઝડપાયા

મોરબી, ટંકારા અને વાંકાનેર તાલુકામાં જુગારની જુદીજુદી ૬ રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને ૨૯ જુગારીઓ ૧.૧૫ લાખના મુદામાલ સાથે મળી આવ્યા હતા જેથી પોલીસે તેને પકડીને આગળની કાર્યવાહી કરી હતી

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશિપમાં વિનાયક એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૩૦૧ માં રહેતા કૌશિકભાઇ દુર્લભજીભાઈ દેત્રોજાના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી કૌશિકભાઇ દુર્લભજીભાઈ દેત્રોજા, અશ્વિનભાઈ નાનજીભાઈ જસાપરા, વિશાલભાઈ કાંતિભાઈ ફૂલતરિયા, દિવ્યેશભાઈ ભુદરભાઈ કાચરોલા અને સતિષભાઈ સુખલાલભાઈ જેઠલોજા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૮૬ હજાર રૂપિયાની રોકડ કબજે કરી હતી

વાંકાનેર તાલુકાના લિંબાળા ગામે હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે નવઘણભાઈ કાળુભાઈ ભોરણીયા, મહેશભાઈ ભુપતભાઈ સીતાપરા, સુનિલભાઈ પ્રવીણભાઈ દલસાણીયા, લક્ષ્મણભાઈ મેરામભાઇ કોળી અને બાબુભાઈ લખાભાઇ સીતાપરા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેઓની પાસેથી ૩૮૭૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેર તાલુકા સમથેરવા ગામે રામ મંદિર પાછળ રાતડીયા વિસ્તારમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે પરબતભાઈ ભુપતભાઇ ફીચડીયા, અજયભાઈ હનુભાઈ ફીચડીયા, સંજયભાઈ ભાવેશભાઈ સરાવાડીયા અને સુરેશભાઈ ભરતભાઈ ફીચડીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૦૭૦૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેરના સરતાનપર ગામે હમીરભાઈ ભનુભાઈના મકાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે જુગારી રેડ કરતા મહેશભાઈ ઉર્ફે જીવણ બચુભાઈ સિહોરા, કાનાભાઈ નાનજીભાઈ દેકાવાડિયા, નિતેશભાઇ રામજીભાઈ સરાવાડીયા અને સુનિલભાઈ ચતુરભાઈ ઉડેસા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૫૨૦૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ટંકારા તાલુકાના સજનપર ગામે ખેંગારની વાડી પાસે ખાડીના વોકળા નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સુખાભાઈ કાનાભાઈ સાબરીયા, વાલજીભાઈ મેરૂભાઈ અઘારા, જીતેન્દ્રભાઈ મનજીભાઈ ભેંસદડિયા, લખમણભાઇ ધનજીભાઈ સુરેલા, ઋષિરાજસિંહ અશોકસિંહ જાડેજા અને મગનભાઈ મૂળજીભાઈ ચાવડા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૧૮૦૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ટંકારામાં દ્વારકાધીશ જીન પાસે સો વારીયા પ્લોટમાં જુગારી રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી રમેશભાઇ લાખાભાઈ કુંઢીયા, ચમનભાઈ અમરશીભાઈ કુંઢીયા અને કરણાભાઈ અમરશીભાઈ કુંઢીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૪૧૮૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી 






Latest News