મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપરમાં રિવર્સમાં આવતી બોલેરોના ચાલકે વૃદ્ધને હડફેટે લેતા મોત નીપજયું


SHARE









મોરબીના ત્રાજપરમાં રિવર્સમાં આવતી બોલેરોના ચાલકે વૃદ્ધને હડફેટે લેતા મોત નીપજયું

મોરબી શહેરના ત્રાજપર ખારી વિસ્તારમાં પગપાળા ચાલીને પસાર થઈ રહેલા વૃદ્ધને બોલેરો કારના ચાલાકે રિવર્સમાં વાહન લેતા સમયે હદેફેટે લીધા હતા જેથી કરીને તેને છાતીના ભાગે અને જમણા હાથમાં ગંભીર ઇજા થઈ હતી અને તે વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતકના દીકરાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સમર્પણ હોસ્પિટલની પાછળના ભાગમાં વિપુલ નગર સોસાયટીમાં રહેતા મહેશભાઈ ઘોઘાભાઈ સનુરા જાતે કોળી (૪૯) એ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બોલેરો ગાડી નંબર જીજે ૩૬ પી ૫૫૧૯ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા હેમુભાઇ પોપટભાઈના ઘર પાસેથી તેઓના પિતા ઘોઘાભાઇ ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે બોલેરો ગાડીના ચાલકે બેફિકરાઈથી તેની ગાડી રિવર્સમાં લીધી હતી અને તેઓના પિતાને હડફેટે લેતા છાતીના ભાગે અને જમણા હાથમાં ગંભીરતા હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બોલેરો ગાડીના ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કરીએ છીએ




Latest News