મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના નહેરુ ગેઇટ ટાવરને લાઇટિંગ સુશોભિત કરીને કાયમી માટે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ લોકાર્પણ કર્યો


SHARE







મોરબીના નહેરુ ગેઇટ ટાવરને લાઇટિંગ સુશોભિત કરીને કાયમી માટે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ લોકાર્પણ કર્યો

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે નહેરુ ગેટ લાઇટિંગ શોના લોકાર્પણ સહિત મોરબીના અનેક વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ તમામ ક્ષેત્રે બેમિસાલ કામગીરી બદલ મોરબી નગરપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કેમોરબીમાં કરોડોની ગ્રાન્ટ થકી અનેક વિકાસ કામો થઈ રહ્યા છે ત્યારે એક જ દિવસમાં ૧૮ કરોડના વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે.

મોરબીની આન બાન અને શાન સમો નહેરુ ગેટ લાઇટિંગ શો થકી દિપી ઉઠ્યો છે. ઉપરાંત હર ઘર તિરંગા અભિયાન હેઠળ સમગ્ર મોરબીમાં શ્રેષ્ઠપ્રદર્શન માટે ગર્વની લાગણી પણ વ્યક્ત હતી. વધુમાં તેમણે તેમની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મોરબીના વિકાસ કામો માટે પ્રત્યેક વોર્ડને રૂપિયા પાંચ લાખ એમ કુલ રૂપિયા પાંસઠ લાખની ફાળવણી કરી હતી. આ પ્રસંગે મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમારે સ્વાગત પ્રવચન કર્યું હતું તથા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું.

મોરબીના નહેરુ ગેઇટ લાઈટિંગ શોનહેરુ ગેઇટ થી દરબાર ગઢ ચોક સુધી પેવર બ્લોક૧૬ નવી આંગણવાડીલીલાપર રોડ પાણીની લાઈન૨ સ્મશાન ભઠ્ઠીસાંસ્કૃતિક હોલ૬૦૦૦ એલ.ઈ.ડી. લાઈટઈ-પ્રગતિ સોફ્ટવેર વગેરે વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતાં. સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ ઓર્કેસ્ટ્રા દ્વારા દેશભક્તિના ગીતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેના તાલે મંત્રી ઝૂમી ઉઠ્યા હતાં. આ તકે કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ દેસાઈઅગ્રણી લાખાભાઈ જારીયા, રિશીપભાઈ કૈલા, ભાવેશભાઈ કંઝારીયા, કે.કે. પરમારા સહિતના આગેવાનો અને પાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સહિતના કર્મચારીઓ તથા નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






Latest News