મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા મયુર ડેરીમાં દૂધની આવક ઘટીને એક લાખ લિટરની અંદર આવી ગઈ !


SHARE







મોરબી જિલ્લા મયુર ડેરીમાં દૂધની આવક ઘટીને એક લાખ લિટરની અંદર આવી ગઈ !

મોરબી સહિત ગુજરાતમાં લંપી વાયરસના કેસ વધી રહ્યા છે અને છેલ્લા ત્રણ માહિનામાં ઘણા પશુઘનના મોત પણ થયા છે ત્યારે મોરબી જીલ્લામાં આવેલા મયુર ડેરીમાં જિલ્લામાંથી આવતા દૂધમાં દિનપ્રતિ દિન ઘટાડો થઈ રહ્યો છે ત્યારે ધીમે ધીમે કરતાં આજની તારીખે માલધારીઓ દ્વારા ત્રણ મહિના ફેલા જે દૂધ ભરવામાં આવતૃ હતું તેમાં તોતિંગ ઘટાડો થઈ ગયો છે

સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં લંપીએ હાહાકાર મચાવ્યો છે અને છેલ્લા ત્રણ માહિનામાં મોરબી જિલ્લામાં લંપી વાયરસના લીધે ઘણા ગૌવંશના મોત થયા છે તેવું જિલ્લાના પશુપાલન અધિકારીએ જણાવ્યુ છે અને હજુ પણ આ રોગથી અબોલ જીવને બચાવવા માટે રસીકરણ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે અને જે અબોલ જીવના મોત થયા છે તેમાંથી ઘણા દૂધાળા પશુ હતા જેથી કરીને દૂધની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે મોરબી જિલ્લા દૂધ સંઘ એટ્લે કે, મયુર ડેરીમાં જિલ્લામાંથી માલધારીઓ સહિતના લોકો દૂધ આપવા માટે આવે છે જો કે, લંપી વાયરસના લીધે દૂધાળા ગૌવંશમાં દૂધની આવક ઘટી ગયેલ છે અને મયુર ડેરીમાં દરરોજ ૧.૬૦ લાખ લિટર દૂધ લંપી વાયરસ પહેલા આવતું હતું જો કે, આજની તારીખે તે એક લાખ લિટરની અંદર આવી ગયું છે અને હજુ પણ દૂધની આવકમાં ઘટાડો થઇ રહ્યો છે અને આગમી દિવસોમાં દૂધની હાલમાં જેટલી ઘટ છે તે પૂરી કરવા માટે અંદાજે  છ મહિનાથી અકે વર્ષ જેટલો સમય લાગશે તેવું સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઇ વડાવિયાએ જણાવ્યુ છે






Latest News