મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી : રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાદ રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય તે જોવા માટે પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની અપીલ


SHARE







મોરબી : રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાદ રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય તે જોવા માટે પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની અપીલ

તાજેતરમાં જ ૧૫ મી ઓગસ્ટની દેશભરમાં શાનદાર ઉજવણી થઈ તે રીતે જ સમગ્ર મોરબી જિલ્લામાં પણ ખૂબ સારી રીતે રાષ્ટ્રપ્રેમીઓ દ્વારા અને સર્વે દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.જોકે ઉજવણી બાદ ક્યાંય રસ્તા ઉપર રાષ્ટ્રધ્વજ ન પડે કે રાષ્ટ્રધ્વજનું અન્ય કોઈ રીતે અપમાન ન થાય તે રીતે વર્તવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામી દ્વારા જાહેર અપીલ કરવામાં આવેલ છે.સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કર્યા બાદ રાષ્ટ્રધ્વજ રસ્તા ઉપર ન ફેંકવામાં આવે તેવા હેતુથી કોંગ્રેસ અગ્રણીએ રાષ્ટ્રધ્વજ એકત્ર કરવાનું અભિયાન પણ શરૂ કર્યું છે.


મોરબી જીલ્લા કોંગ્રેસના પુર્વ પ્રમુખ તેમજ કોંગી આગેવાન મુકેશભાઈ ગામીએ સૌને જાહેર અપીલ કરતા જણાવ્યું છેક, રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવુ જોઇએ.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હાલમાં ઘર, દુકાન અને ઓફીસ તેમજ કારખાના સહિતના જાહેર સ્થળોએ રાષ્ટ્રધ્વજ લહેરાવવાની પરવાનગી મળી હોય જેથી દરેક નાગરિકોએ પોતાના ઘર અને ઓફીસ પર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યા હતા અને ઉજવણી બાદ તિરંગાને કોઈ નુકશાન થયું હોય કે રસ્તામાં પડેલા હોય તેવા રાષ્ટ્રધ્વજ એકત્ર કરીને સરકારી નિયમોનુસાર તેની સાચવણી કરવામાં આવશે.જેથી નાગરિકો મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય, જીઆઈડીસી સામે, શનાળા રોડ મોરબી ખાતે અથવા મહેન્દ્રનગર રોડ ઉપર રામધન આશ્રમની સામે આવેલ સોનાલીકા ટ્રેક્ટર ખાતે રાષ્ટ્રધ્વજ એકત્ર કરવામાં આવશે તેમ જણાવાયેલ છે.






Latest News