વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

પોલીસનો ડર જ કયાં..? : મોરબીમાં એક લાખની સામે દસ લાખ ચૂકવ્યા છતાં સતર લાખની ઉઘરાણી કરી યુવાનને લમધાર્યો..!


SHARE











પોલીસનો ડર જ કયાં..? : મોરબીમાં એક લાખની સામે દસ લાખ ચૂકવ્યા છતાં સતર લાખની ઉઘરાણી કરી યુવાનને લમધાર્યો..!

હાલ મોરબીના રવાપર ગમે રહેતા અને મૂળ બગથળા ગામના યુવાનની ઇકો ગાડી પાણીના હિસાબે બગડી ગઈ હોય ગાડી રીપેરીંગ કરાવવા માટે તેણે તેના મિત્રના ઓળખાણમાં એક ઇસમની પાસેથી રૂપિયા એક લાખ વ્યાજે લીધા હતા અને તે રકમની સામે દસ લાખ ચૂકવી દીધા હતા..! છતાં હજુ સામેવાળાઓ દ્વારા સતર લાખ રૂપિયાની માગણી કરી અપહરણ કરી જઇને માર મારવામાં આવ્યો હતો.વધુમાં મળતી માહિતી મુજબ ભોગ બનેલ યુવાને તાજેતરમાં જમીન વેચી હોય અને પૈસા આવ્યા હોય તે વાતને લઈને પૈસા પડાવવા માટે આ કાવતરું રચાયું હોવાનું હાલ દેખાઈ રહ્યું છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે હાલમાં ભોગ બનેલ સુનિલભાઇ ધનજીભાઇ શેરસીયા જાતે પટેલ (ઉમર ૩૭) ધંધો ખેતી રહે.રવાપર ગામ બોની પાર્ક સોસાયટી રીધ્ધિ સિધ્ધિ એપાર્મેન્ટની સામે તા.જી.મોરબી વાળાએ માલદેભાઇ આહિર, લાલાભાઇ બોરીચા, પ્રકાશભાઇ નરભેરામભાઇ ભુત, પોપટભાઇ રહે.બધા મોરબી સામે ફરીયાદ નોંધાવતા પોલીસને જણાવેલ છેકે, તા.૧૬ ના સાંજે સાડા ચારેક વાગ્યે તેઓ પોતાના બગથળા ગામની સીમમાં આવેલ ખેતરમાં હતા ત્યાંથી તેમનું અપહરણ કરી જઇને માર મારવામાં આવ્યો હતો.હાલમાં ઉપરોકત ચારેયની સામે પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૩૬૪ (એ), ૩૮૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા ગુજરાત નાણા ધીરધાર અધીનીયમ -૨૦૧૧ ની કલમ ૫, ૩૩(૩), ૪૦, ૪૨ તથા જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ ફરીયાદ નોંધેલ છે.

ભોગ બનેલ સુનિલભાઇ ધનજીભાઇ શેરસીયા જાતે પટેલએ જણાવ્યા મુજબ તેઓની ઇકો કાર પાણીમાં ખરાબ થઈ ગયેલી હોય કારને રિપેર કરાવવા માટે તેઓએ માલદેભાઇ આહીરની પાસેથી એક લાખ રૂપિયા ૩૦ ટકા વ્યાજે લીધેલ હોય જે રૂપિયાની સામે તેઓએ સામાવાળાને વ્યાજ સહિત રૂા.૧૦,૦૦,૦૦૦(દશ લાખ) ચુકવી દીધેલ..! છતા તેમની પાસે માલદેભાઇએ રૂા.૧૭,૦૦,૦૦૦ (સતર લાખ) ની પઠાણી ઉઘરાણી કરી હતી અને ગઇકાલે માલદેભાઇ તથા લાલો બોરીચા તેમનું કાળા કલરની વર્ના કારમાં બગથળા ગામે તેમના ખેતરેથી અપહરણ કરીને ઉમિયા સર્કલે લાવ્યા હતા લઇ જયાં માલદેભાઇએ સુનીલભાઇને બંન્ને હાથમા તથા છાતીના ભાગે લાકડાના ધોકા વડે મુઢ ઇજા કરી હતી તેમજ પ્રકાશભાઇ નરભેરામભાઇ ભુતે લોખંડના પાઇપ વટે ડાબા પગમાં સાથળના ભાગે મુઢ ઇજા કરી હતી તેમજ ફરીયાદી સુનીલભાઇના ભાઇ સાહેદ અમીતભાઇને ફોન કરીને ઉમીયા સર્કલે બોલાવીને તેની પાસે રૂા.૧૭,૦૦,૦૦૦ (સત્તર લાખ) ની ઉઘરાણી કરીને ગાળો આપી હતી.બાદમાં તમામ આરોપીઓએ ફરીયાદીને ગાડીમાં બેસાડી ભોગ બનનારના ઘરેથી રૂપિયા લઇ આવ નહિંતર જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી ઘર પાસે ઉતારી દીધા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ઓમકાર એપાર્ટમેન્ટમાં રહેતા પ્રભાબેન પ્રકાશભાઈ રોજમાળા નામના ૫૧ વર્ષીય આધેડ મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને રવાપર-ઘુનડા રોડ ઉપરથી જતા હતા ત્યાં ક્રિષ્ના સ્કૂલ પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી પ્રભાબેનને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે હળવદના ખારીવાળી વિસ્તારમાં રહેતા વિજય પ્રેમજીભાઈ બાબરીયા નામના ૩૫ વર્ષના યુવાનને હળવદના એસટી બસ સ્ટેશનની પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી.






Latest News