મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં બહેનની સાથે મોબાઈલમાં વાત કરતાં યુવાનને આડેધડ છરીના આઠ ઘા મારનાર ત્રણેય હુમલાખોર પકડાયા, એક દિવસના રિમાન્ડ ઉપર


SHARE







મોરબીમાં બહેનની સાથે મોબાઈલમાં વાત કરતાં યુવાનને આડેધડ છરીના આઠ ઘા મારનાર ત્રણેય હુમલાખોર પકડાયા, એક દિવસના રિમાન્ડ ઉપર

મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી પસાર થઈ રહેલા ભાવિક પુજારા નામના યુવાનના બાઈક સાથે બાઈક અથડાવીને તેને નીચે પાડી દીધો હતો અને ત્યારબાદ તેના ઉપર ત્રણ શખ્સો દ્વારા લોહાણા યુવાન ઉપર છરીના આડેધડ આઠ જેટલા ઘા ઝીંકિ દેવામાં આવ્યા હતા જેથી યુવાનને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.બાદમાં ભોગ બનેલા યુવાનના પિતા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરેલ છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ યદુનંદન સોસાયટી શેરી નંબર ૩ માં રહેતા ભરતભાઈ લક્ષ્મીચંદભાઈ પુજારા (ઉંમર ૬૨) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇલ્યાસભાઈ ઇસ્માઇલ બ્લોચ, નવાજ બ્લોચ અને સૈજુ સબ્બીર નામના ત્રણ શખ્સો સામે તેના દીકરા ઉપર જીવલેણ હુમલો કર્યો હોવા અંગેની ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે તેમના દીકરો ભાવિક પુજારા (ઉમર ૨૮) આરોપી પૈકીના ઇલ્યાસની બહેનને મોબાઇલ ઉપર ફોન કરીને વાતો કરતો હતો અને તેની બહેન પણ ભાવિકને ફોન કરતી હતી જે બાબતનો ખાર રાખીને ઇલ્યાસ, નવાજ અને સૈજુએ ભાવિક પુજારા જ્યારે શનાળા રોડ ઉપરથી બાઇક લઈને પસાર થતો હતો ત્યારે ભક્તિનગર સર્કલ પાસે તેના બાઈક સાથે બાઈક અથડાવ્યું હતું જેથી ભાવિક પુજારા રોડ ઉપર નીચે પડી જતા તેની ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ભાવિકને શરીરે આડેધડ આઠ જેટલા ઘા ઝીંકિ દેવામાં આવ્યા હતા જેથી તેને પ્રાથમિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયેલ છે અને હાલમાં ભોગ બનેલા યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદના આધારે પીઆઇ પંડયાએ ઇલિયાસ ઈસ્માઈલ મકરાણી (ઉમર ૨૩) રહે.મહેન્દ્રપરા શેરી નંબર-૧૪, મહંમદનવાજ ઉસ્માન મકરાણી (ઉમર ૨૯) રહે.જોન્સનગર શેરી નંબર-૧૨ લાતીપ્લોટ પાસે અને શહેઝાદ શબ્બીર સિપાહી (ઉમર ૨૩) રહે.કાલિકા પ્લોટ રવાપર રોડ વાળાઓની ધરપકડ કરી હતી અને ત્રણેયને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણેયને એક દિવસના રિમાન્ડ ઉપર લેવા માટે હુકમ કરેલ છે.

ઝેરી દવા પી લેતા વૃદ્ધ સારવારમાં

મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા વલ્લભભાઈ ગણેશભાઈ દેત્રોજા નામના ૬૦ વર્ષીય વૃદ્ધે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેઓને હાલતમાં અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા હાલમાં તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ એન.જે.ખડિયા તથા રાઇટર દિલીપભાઈ ગેડાણી તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના અવની રોડ ઉપર આવેલ ઉમાપાર્ક સોસાયટીમાં શાંતિ પેલેસમાં રહેતા અનસોયાબેન અરવિંદભાઈ પનારા નામના ૪૨ વર્ષીય મહિલા સ્કૂટરમાં બાળકોની સાથે મંદિરે દર્શન માટે જતા હતા ત્યારે રસ્તામાં તેમનું સ્કૂટર સ્લીપ થઈ જતા પગના ભાગે ફેકચર જેવી ઇજા થવાથી અનસોયાબેન પનારાને પણ સારવાર માટે ખસેડાયા હતા.

વાહન અકસ્માતમાં ઇજા

વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા અલીશા રફીકશા મોગલ (૫૦) અને શાહનબાઝ હમીદશા મોગલ (૭) બંને બાઈકમાં જતા હતા ત્યારે ધાંગધ્રા રોડ ઉપર તેઓના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા બંને ઇજાગ્રસ્તોને અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડની સામે આવેલી ભેખડની વાડીમાં રહેતો જયદીપ સુરેશભાઈ પરમાર નામનો નવ વર્ષીય બાળક પિતાની સાથે બાઇકમાં જતો હતો ત્યારે તે બાઈકમાંથી નિચે પડી જતા ઇજાઓ થવાથી તેને પણ સારવારમાં ખસેડાયો હતો.






Latest News