મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

વાંકાનેરવાસીઓને જલસાઃ ઇતિહાસમાં પહેલીવાર જન્માષ્ટમીની બે શોભાયાત્રા !, બે મેળા યોજાશે; મોરબી પાલિકા મેળો યોજવામાં ફેલ ?


SHARE









વાંકાનેરવાસીઓને જલસાઃ ઇતિહાસમાં પહેલીવાર જન્માષ્ટમીની બે શોભાયાત્રા !, બે મેળા યોજાશે; મોરબી પાલિકા મેળો યોજવામાં ફેલ ?

સૌરાષ્ટ્રમાં એકમાત્ર મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં જન્માષ્ટમીના તહેવાર ઉપર બે જુદી જુદી શોભાયાત્રા નીકળશે આટલું જ નહીં પરંતુ રાજકીય હરીફાઈ અને ખેંચતાણના કારણે આ વખતે વાંકાનેરના લોકોને પણ જલસા પડી જવાના છે કારણ કે પાલિકા સંચાલિત મેળો તેમજ જીતુભાઈ સોમાણીના ગ્રુપ દ્વારા પણ એક ખાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આમ વાંકાનેર જેવા નાના શહેરની અંદર મેળાના બે આયોજન કરવામાં આવ્યા છે જોકે મોરબી એ ગ્રેડની નગરપાલિકા હોવા છતાં પણ અહીંના લોકોને લોકમેળાની મજા મળે તે માટે થઈને નગરપાલિકા દ્વારા લોકમેળાનું જે કોરોના પહેલા આયોજન કરવામાં આવતું હતું તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું નથી જેથી કરીને હાલમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બનેલ છે

સૌરાષ્ટ્રના લોકો ખાસ કરીને જન્માષ્ટમીના પર્વની આતુરતાથી રાહ જોતા હોય છે કારણ કે ત્યારે લોકમેળાના ઠેરઠેર આયોજન થતા હોય છે અને તેમાં લોકો ફજેત, ફાળકા સહિતની રાઇડોમાં બેસવાની મજા માણતા હોય છે અને તેની સાથોસાથ હરવા ફરવાની પણ મજા પડી જતી હોય છે ત્યારે આગામી જન્માષ્ટમીના લોકમેળા સાતમથી સૌરાષ્ટ્રમાં શરૂ થઈ રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રના હબ સમાન રાજકોટમાં જન્માષ્ટમીનો સૌથી મોટો મેળો યોજાશે જોકે મોરબી જિલ્લાની વાત કરીએ તો કોરોના પહેલા મોરબી, વાંકાનેર અને હળવદમાં સ્થાનિક નગરપાલિકા સંચાલિત લોકમેળાના આયોજન કરવામાં આવતા હતા તે ઉપરાંત ખાનગી મેળાના આયોજનો પણ થતા હતા જેથી કરીને લોકોને હરવા ફરવાની અને રાઇડોમાં બેસવાની ખૂબ મજા પડી જતી હતી પરંતુ કોરોના સમયથી જાણે કે મોરબીમાં લોકમેળાને પણ ગ્રહણ લાગ્યું હોય તેવો ઘાટ હાલમાં જોવા મળી રહ્યો છે

મોરબી નગરપાલિકાનો રાજ્યના એ ગ્રેડની નગરપાલિકાઓમાં સમાવેશ થાય છે તેમ છતાં પણ અગાઉ જે રીતે મોરબી નગરપાલિકા દ્વારા લોકમેળાના આયોજન કરવામાં આવતા હતા તે રીતે આ વખતે મોરબી નગરપાલિકામાં 52 એ 52 સભ્યો એક જ પક્ષના હોય પાલિકામાં સંપૂર્ણ બહુમતી હોવા છતાં પણ મોરબીમાં નગરપાલિકા સંચાલિત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું નથી જેની ચર્ચાઓ થઈ રહી છે તો બીજી બાજુ વાંકાનેર પણ મોરબી જિલ્લા માટે ચર્ચાનો વિષય બની ગયો છે કારણ કે વાંકાનેરમાં સામાન્ય રીતે દર વર્ષે જન્માષ્ટમીના દિવસે જન્માષ્ટમીની એક શોભાયાત્રા અને એક લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ રાજકીય ખેંચતાણના કારણે વાંકાનેર નગરપાલિકા સંચાલિત લોકમેળાની જે હરરાજી કરવામાં આવી હતી તેમાં ઐતિહાસિક કહી શકાય તેવી 11.50 લાખ રૂપિયાની આવક પાલિકાને થયેલ છે 

જેથી પાલિકા સંચાલિત લોકમેળો કરવામાં આવશે તો જીતુભાઈ સોમાણીના ગ્રુપ દ્વારા પણ એક ખાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને વાંકાનેર જેવા નાના શહેરમાં બે મેળા યોજવાના હોય લોકોને મેળાની મોજ માણવા મળશે તેમજ વાંકાનેરના ઇતિહાસમાં અત્યાર સુધી દર વર્ષે જન્માષ્ટમીના દિવસે એક શોભાયાત્રા નીકળતી હતી પરંતુ આગામી 2022 ની ચૂંટણીની અસર કહો કે વાંકાનેરનું સ્થાનિક રાજકારણ જે હોય તે પરંતુ આ વર્ષે જન્માષ્ટમીના દિવસે બે જુદી જુદી શોભાયાત્રાઓ વાંકાનેરમાં નીકળવાની છે જેથી કરીને વાંકાનેર સમગ્ર મોરબી જિલ્લામાં ચર્ચાના એરણે છે આ વખતે જો મેળાની વાત કરીએ તો વાંકાનેરમાં બે મેળા, હળવદમાં એક મેળો અને મોરબીમાં બે ખાનગી મેળાના આયોજન કરવામાં આવ્યા છે






Latest News