મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







મોરબીના લખધીરપુર રોડે કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપરથી પસાર થતી કેનાલમાં ડૂબી જવાના કારણે યુપીના યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના બોડીને પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડવામાં આવી હતી અને આ બનાવવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ યુપીના કાસગંજ જિલ્લાના ગોહરા ગામના રહેવાસી અને હાલમાં ઘુટુ ગામની સીમમાં આવેલ આલ્ફા સીરામીક નામના કારખાનામાં મજૂરી કામ કરતા અને ત્યાં મજૂરની ઓરડીમાં રહેતા રાજુભાઈ પ્યારેલાલ નાયક જાતે વણઝારા આદિવાસી (ઉમર ૨૫) ગત તા૧૯ ના રોજ બપોરના સમયે લખધીરપુર રોડ ઉપરથી પસાર થતી નર્મદાની કેનાલમાં નાહવા માટે ગયો હતો અને ત્યારે નર્મદાની કેનાલના પાણીમાં તે ડૂબી ગયો હતો જેથી કરીને પાલિકમાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટીમ સ્થળ ઉપર આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમે કેનાલના પાણીમાંથી મૃતક યુવાનની ડેડબોડીને બહાર કાઢી હતી જેથી કરીને બોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News