મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા ગામે મકાનમાં જુગાર રમતા છ શખ્સો ૧૪,૪૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE







વાંકાનેરના ઢુવા ગામે મકાનમાં જુગાર રમતા છ શખ્સો ૧૪,૪૦૦ ની રોકડ સાથે પકડાયા

વાંકાનેર તાલુકામાં ઢુવા ગામે પાવર હાઉસની પાછળ રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે કુલ મળીને છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૪૪૦૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેર તાલુકાના ઢુવા ગામે પાવર હાઉસની પાછળના ભાગમાં રહેતા ભીખુભા ચુડાસમાના ઘરમાં જુગાર રમતા હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપરથી ઘરધણી ભીખુભા મોતીસિંહ ચુડાસમા, ગગજીભાઈ કાળાભાઈ ગોરીયા, ગોપાલભાઈ છગનભાઈ છાપરા, હરદેવસિંહ મહિપતસિંહ ગોહિલ, સવજીભાઈ ગોબરભાઇ શિયાળ અને પ્રતાપભાઈ નાગરભાઈ ભૂસડિયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૧૪૪૦૦ રૂપિયાની રોકડ કબજે કરીને જુગારા ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ કરી હતી

દેશી દારૂ

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની સીમમાં સિરામિક કારખાના નજીક પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૨૧ લીટર દારૂના જથ્થા સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે જીગ્નેશભાઈ ઉર્ફે જીગો રોહિતભાઈ ચાવડા જાતે આહિર (ઉંમર ૩૩) ની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી લલિત ઉર્ફે સાગર રાજેશભાઈ કુકાવા રહે વિદ્યુત નગર વાળાનું નામ સામે આવ્યું હોવાથી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News