મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ચોવીસી પંથકમાં અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લેતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ


SHARE







મોરબીના આમરણ ચોવીસી પંથકમાં અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લેતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ મોરબી તાલુકાનાં આમરણ ચોવીસી વિસ્તારના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી અને ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. હાલમાં વર્ષાઋતુ દરમ્યાન મેઘરાજાએ ગુજરાત પર ખૂબ મહેર કરી છે. અને ઘણા વિસ્તારોમાં ભારે/અનરાધાર વરસાદના પગલે કૃષિમાં પણ નુકશાન થયું છે. જે અન્વયે કૃષિપશુપાલન અને ગૌસંવર્ધન કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના ભીમકટામાણામોરાકોઠારીયાદુધઈ તેમજ મોરબીના આમરણબેલા(આ)ઉટબેટ સામપરફડસરઝીંઝોડારાજપરનવા ખારચીયા તેમજ રામનગર ગામની મુલાકાત લીધી હતી. આ તકે મંત્રીએ જણાવ્યું હતું કેકોઈ પણ કુદરતી આપત્તિ સમયે સરકાર હંમેશા ખેડૂતોના પડખે ઊભી છે. વધુમાં મંત્રીએ ત્યાંની પરિસ્થિતીની સમીક્ષા કરી ખેડૂતો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. આ તકે મંત્રી સાથે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનિયારામોરબી જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબીયામોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા,  મોરબી ખેતીવાડી અધિકારી ડૉ. વિક્રમસિંહ ચૌહાણ તથા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






Latest News