મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના તમામ તાલુકા તા. ૨૭ થી ૪ સુધી કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ અન્વયે સ્પર્ધાઓ યોજાશે


SHARE







મોરબી જિલ્લાના તમામ તાલુકા તા. ૨૭ થી ૪ સુધી કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ અન્વયે સ્પર્ધાઓ યોજાશે

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી મોરબી દ્વારા સંચાલિત તાલુકા કક્ષા યુવા ઉત્સવ અને તાલુકા કક્ષા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે.

માળિયા (મી) તાલુકામાં તા.૨૭ ના રોજ મોડેલ સ્કૂલ મોટી બરારમાળિયા, હળવદ તાલુકામાં તા.૨૮ ના રોજ તક્ષશિલા વિદ્યાલય હળવદ,  મોરબી તાલુકામાં તા.૩૧ ના રોજ પી. જી. પટેલ કોલેજ મોરબી, વાંકાનેરમાં તા.૩/૯ ના રોજ એલ.કે. સંઘવી સ્કૂલ વાંકાનેર, ટંકારામાં તા.૪/૯ ના રોજ નાલંદા વિદ્યાલય વિરપર ખાતે સ્પર્ધાઓ યોજશે અને તમામ સ્થળોએ સ્પર્ધકો માટેનો રિપોર્ટિંગ ટાઈમ સવારે ૮:૦૦ કલાક છે. જેમાં નિબંધ તથા ચિત્રના વિષયો સ્થળ પર જ આપવામાં આવશે. જ્યારે વકૃત્વ સ્પર્ધાના વિષયો ૨૪ કલાક અગાઉ સ્પર્ધકને પોતાની સ્કૂલમાંથી આપવામાં આવશે. તો ઉપરોક્ત સ્થળ તથા તારીખે તમામ સ્પર્ધકોએ હાજર રહેવા મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.  






Latest News