વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરમાં જુગારની ૩ રેડ: ૧૧ જુગારી ૧૪,૪૬૦ ની રોકડ સાથે ઝડપાયા


SHARE









મોરબી-વાંકાનેરમાં જુગારની ૩ રેડ: ૧૧ જુગારી ૧૪,૪૬૦ ની રોકડ સાથે ઝડપાયા

મોરબી અને વાંકાનેરમાં જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને ૧૧ જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૪,૪૬૦ રૂપિયાની રોકડ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રામજી મંદિર પાસેની શેરીમાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા રમેશભાઈ બાબુભાઈ સાતોલા (ઉમર ૪૨) અને ચંદુભાઈ ગોવિંદભાઈ બારૈયા (ઉમર ૪૮) જુગાર રમતા મળી આવ્યા હતા. જેથી પોલીસે તેની પાસેથી ૧૨૦૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીમાં વિદ્યુતનગર પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કિશનભાઈ સવજીભાઇ કુવરિયા (૨૨), વિજયભાઈ રમેશભાઈ ગોસ્વામી (૧૯), સુનિલ દીપકભાઈ મોરવડીયા (૨૦), સન્ની ઉર્ફે ચનો મનુભાઈ કોળી (૨૨), અશ્વિનભાઈ ગંગારામભાઈ જોટાણીયા (૨૦) અને સુરેશગીરી સુખદેવગીરી ગોસ્વામી (૨૦) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૬૫૬૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે દિનેશભાઈ સોમાભાઈ વીરસોડિયાના મકાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરતા જીતેશભાઈ નાનજીભાઈ દલસાણીયા (ઉંમર ૨૧), મિતેશભાઇ રવજીભાઈ સોલંકી (ઉમર ૨૮) અને દિનેશભાઈ ઉર્ફે દીલો સોમાભાઈ વિરસોડિય (ઉંમર ૪૨) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૬૭૦૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News