મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા કોંગ્રેસ મેનીફેસ્ટો કમિટીની મીટીંગ મળી


SHARE









મોરબી જીલ્લા કોંગ્રેસ મેનીફેસ્ટો કમિટીની મીટીંગ મળી

મોરબી જીલ્લા કોંગ્રેસ મેનીફેસ્ટો કમિટીની મીટીંગ મળી હતી. જેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલ, બોલો સરકાર, એટલે કે લોકશાહીમાં તો જનતા જ માલિક અને જનતા જ સરકાર છે. તે મુજબ ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિના સીનીયર પ્રભારી અશોક ગહેલોતજી દ્વારા લોન્ચ કરવામાં આવેલ કાર્યકમ ‘બોલો સરકાર’ દ્વારા લોકોની વચ્ચે જઈને, લોકોના પ્રશ્નોને ન્યાય આપવા માટે ,કોંગ્રેસ પોતાનો મેનીફેસ્ટો, લોકો દ્વારા રજુ કરવામાં આવેલ પ્રશ્નોનો સમાવેશ કરીને મેનીફેસ્ટો બનાવવા માટે ચાલુ કરેલ છે

આ કાર્યકર્મ અંતર્ગત મોરબી જીલ્લા માટે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના  મેનીફેસ્ટો કમિટીના મુખ્ય કન્વીનર તરીકે દીપક બાબરિયા  દ્વારા ડો.લખમણ ભાઈ કંઝારિયાની નિમણુક કરેલ છે. તેમજ રાજકોટ ડીવીજનના કન્વીનર તરીકે કાન્તિલાલ ડી.બાવરવાની નિમણુક કરેલ છે. તેથી મોરબી જીલ્લા મેનીફેસ્ટો કમિટીના સભ્યો દ્વારા જયંતીભાઈ જે.પટેલની અધ્યક્ષતામાં કાન્તિલાલ બાવરવાની તેમજ ડો.લખમણભાઈ કંઝારિયાની હાજરીમાં  આગામી યોજાનાર બોલો સરકાર કાર્યકર્મનું આયોજન નક્કી કરવામાં આવેલ છે આ કાર્યકમમાં સૌરાષ્ટ્રના પ્રભારી રામકિશન ઓઝા તેમજ પ્રદેશના આગેવાનો હાજરી આપનાર છે. જેથી કોંગ્રેસના દરેક કાર્યકર તેમજ જીલ્લા અને પ્રદેશના આગેવાનો અને નાગરીકો ઉપસ્થિત રહેશે. છેલ્લે યોજાયેલ મીટીંગમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઇ પટેલ, જિલ્લાપ પંચાયતની બાંધકામ સમિતિના માજી ચેરમેન અમુભાઈ હુંબલ, મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરૂ, મોરબી જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ રામભાઈ રબારી, મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી.પડસુંબીયા, જિલ્લા પંચાયતમાં વિપક્ષના નેતા ભુપેન્દ્રભાઈ ગોધાણી, ભાવેશભાઈ સાવરિયા, મહેન્દ્રસિંહ ઝાલા, હનીફભાઈ પાયક, જશુભાઈ ગોહેલ, અરવિંદભાઈ આંબલીયા, મહમદભાઈ કડીવાર, જીતુભાઈ ગોસરા, રાજુભાઈ કાવર, દુષ્યંતભાઇ ભૂત, વિગેરે હાજર રહ્યા હતા તેમ મોરબી જીલ્લા મેનીફેસ્ટો કમિટીના કન્વીનર ડો.લખમણભાઈ કંઝારિયાએ યાદીમાં જણાવેલ છે.




Latest News