મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં લોકસંપર્ક યોજી રાજ્યમંત્રી બ્રિજેશભાઈએ અધિકારીઓને પ્રશ્ન ઉકેલવા આપી સૂચના


SHARE







મોરબીમાં લોકસંપર્ક યોજી રાજ્યમંત્રી બ્રિજેશભાઈએ અધિકારીઓને પ્રશ્ન ઉકેલવા આપી સૂચના

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ લોકસંપર્ક યોજ્યો હતો. જે અન્વયે દલિત સમાજના અગ્રણીશ્રી જેઠાભાઈ પારઘી સહિત અનુસૂચિત જાતિના પ્રતિનિધિ મંડળ દ્વારા સમાજ માટે જમીન આપવા બાબત કરેલી રજૂઆત, ઝીકીયાળી ગામના અગ્રણી રમેશભાઈ ભારીયા તથા મુન્નાભાઈ, દિનેશભાઈ વગેરેએ ગોકુળિયા રસ્તાનું કામ તેમજ ઘોડાધ્રોઈ જવાના રસ્તાનું કામ, સસ્તા અનાજની દુકાન શરૂ કરવા, પીજીવીસીએલ વિભાગ હેઠળ ખેતરોમાં વીજળી આપવા માટેના ખૂટતા સ્ટાફની માંગણી તેમજ મોરબી માળિયા તાલુકામાં સતત વરસાદના કારણે જ્યાં વાવણી નથી થઈ ત્યાં ખેડૂતોને સહાય આપવા વગેરે બાબતોએ રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતો મંત્રીએ ધ્યાને લઈ સંબંધિત મહેસુલ વિભાગના અધિકારીઓ, અધિક કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, સિંચાઈ, નર્મદા વિદ્યુત બોર્ડના ઇજનેર જિલ્લા ખેતીવાડી અધિકારી તેમજ સંબંધિત તમામ વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી તેમજ યોગ્ય સમય મર્યાદામાં આ તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવા તાકીદ કરી હતી.






Latest News