મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં પર્યુષણ સમયે વોર્ડ નં-૩ માં દેરાસર પાસે વરસાદી-ગટરના પાણીનો ભરાવો થતાં જૈનોમાં કચવાટ: મહેશ રાજ્યગુરુ


SHARE







મોરબીમાં પર્યુષણ સમયે વોર્ડ નં-૩ માં દેરાસર પાસે વરસાદી-ગટરના પાણીનો ભરાવો થતાં જૈનોમાં કચવાટ: મહેશ રાજ્યગુરુ

મોરબી નગરપાલિકા વોર્ડ નં-૩ દેરાસર આવેલ છે ત્યાં પર્યુષણ પર્વમાં દરેક જૈનો પરિવાર સાથે જતાં હોય છે જો કે, પાલિકાના ઉપપ્રમુખ જે વિસ્તારમાં રહે છે ત્યાં જ દેરાસર પાસે વરસાદી અને ગટરના પાણી ભરાયેલા છે તો પણ પાલિકાના ઉપપ્રમુખ સહિતના ચારેય ભાજપના સદસ્યો દ્વારા તેનો નિકાલ કરવામાં આવતો નથી જેથી જૈનોમાં કચવાતની લાગણી છે અને મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી દ્વારા વહેલી તકે આ પ્રશ્નને ઉકેલવા માટેની માંગ કરવામાં આવી છે

હાલ જૈન ધર્મના લોકોનો પ્રજુષણનું પર્વ પણ શરૂ થઈ ગયું છે અને જેથી જૈન પરિવારો દેરાસરમાં ભગવાનનું પૂજન અર્ચન કરવા માટે જતાં હોય છે ત્યારે મોરબીના વોર્ડ નંબર ૩ માં વરસાદી પાણીના નિકાલના અભાવે જૈન દેરાસરની આસપાસ અને  અરુણોદયનગર પાસે પાણી ભરાઈ ગયેલા છે અને વરસાદી પાણીની સાથોસાથ ગટરના પાણી પણ ત્યાં રોડ ઉપર આવી ગયા છે જેથી કરીને જૈન સમાજના લોકોને ગંદકીમાંથી પસાર થઈને દેવ દર્શન માટે કેવી રીતે જવું તે સૌથી મોટો સવાલ છે

મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરુ દ્વારા જૈન દેરાસર પાસે જે પાણી ભરાયેલ છે તેનો તાત્કાલિક નિકાલ કરવાની માંગ કરવામાં આવી છે અને વધુમાં તેમણે કહ્યું હતું કે પાલિકાના ઉપપ્રમુખ સહિતના ચઅરે સભ્યો ભાજપના છે તો પણ જૈન ધર્મના પવિત્ર પર્યુષણ સમયે લોકોને ગંદકીમાંથી દેરાસરે જવું પડે તેવી પરિસ્થિતી છે જેથી કરીને જૈન સમાજની લાગણી દુભાઈ રહી છે જેથી કરીને લોકોના આ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વધુમાં તેમણે કહ્યું છે જે જે જગ્યાએથિ આ પાણીનો નિકાલ હતો ત્યાં ઉમા ટાઉનશીપને પાણી પૂરું પાડતી ટાંકી બનાવેલ છે જેથી કરીને પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે અને હવે નવેસરથી પાણીનો નિકાલ કરવા માટેની કામગીરી કરવાની તાતી જરૂર છે






Latest News