મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી-માળીયા તાલુકામાં માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને ઠેરઠેર અભૂતપૂર્વક આવકાર


SHARE









મોરબી-માળીયા તાલુકામાં માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને ઠેરઠેર અભૂતપૂર્વક આવકાર

કોઈપણ કુદરતી આફતમાં અસરગ્રસ્તો માટે યોગદાન આપવામાં હંમેશા તત્પર મોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કોરોનાના અત્યંત કપરા સમયમાં ઘણા લોકોના કોરોનાની  સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યાં હતા અને ત્યારે તેના પરિવારજનો તેની અંતિમ વિધિ અને અંતિમક્રિયા પણ સારી રીતે કરી શકયા ન હતા જેથી કરીને કાંતિભાઈ અમૃતિયાએ ત્યારે સંકલ્પ કર્યો હતો કે, કોરોનામાં હતભાગી થયેલા આપણા ભાઈઓ બહેનોના મોક્ષાર્થે-સ્મરણાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવું છે આ સંકલ્પના અનુસંધાનમાં ગુજરાતનું ગૌરવ, દેવભાષા સંસ્કૃતનું જતન-સંવર્ધન કરી રહ્યા છે એવા પ્રખર ભગવદાચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે આગામી ૧૨ સપ્ટેમ્બર થી ૧૮ સપ્ટેમ્બર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે જે લોકોના પરિવારમાંથી તેમના સગા-સ્નેહીઓમાંથી કોઈ કોરોના સમયે અવસાન પામ્યા હોય તો દિવંગતના ફોટો તા. ૨૫/૮ સુધીમાં કાંતિભાઈનું કાર્યાલય, ઉમા ટાઉનશીપ, મોરબી-૨ ખાતે પહોંચતા કરવા માટે અનુરોધ કરેલ છે વધુ માહિતી માટે મો. ૯૯૭૯૬ ૧૩૪૩૩ અને ૯૮૨૫૬ ૯૨૮૪૪ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે અને મોરબી તેમજ માળીયા તાલુકાના ગામડાના લોકોને ગામેગામ જઈને માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેની ટીમ સાથે રૂબરૂ આમંત્રણ આપવા માટે જય રહ્યા છે ત્યારે બંને તાલુકામાં ગામેગામ તેઓને અભૂતપૂર્વક આવકાર મળી રહ્યો છે




Latest News