મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે યુવાન ઉપર હુમલો કરવાના ગુનામાં વધુ ચાર આરોપીની ધરપકડ


SHARE









મોરબીના જેતપર ગામે યુવાન ઉપર હુમલો કરવાના ગુનામાં વધુ ચાર આરોપીની ધરપકડ

મોરબીના જેતપર ગામે નજીકની વાતમાં યુવાન ઉપર આઠ શખ્સો દ્વારા છરી અને ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને તેની કારમાં પણ તોડફોડ કરવામાં આવી હતી જેથી કરીને યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને આઠ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આજે વધુ ચાર આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના જેતપર ગામે રહેતા રાજેશભાઈ ભૂદરભાઈ કંડિયા જાતે પટેલ (૩૮) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અબ્દુલભાઈ નથુભાઈ કેડા, અબ્દુલભાઈનો દીકરો ભૂરો, અબ્દુલભાઈનો દીકરો ઈમ્તિયાઝ, અસલમ હનીફ, અબ્દુલભાઈનો ભત્રીજો અકીલ, અબ્દુલભાઈનો ભત્રીજો સાહિલ, તુફાન ઓસમાણ અને હુસેન ઓસમાણની સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, જેતપર ગામે પોતાની કાર લઈને ચામુંડા પાન પાસે ઉભા હતા ત્યારે અબ્દુલભાઈનો દીકરો ભૂરો ત્યાં આવ્યો હતો અને મારા ભાઈ ઉપર કેમ ગાડી નાખેલ છે તેમ કહીને ગાળો આપી હતી અને કારમાં ધોકો મારીને કાચ તોડી નાખ્યો હતો ત્યારબાદ ચાર બાઈકમાં બાકીના આરોપીઓ ત્યાં આવ્યા હતા તેઓના હાથમાં છરી ધોકા જેવા હથિયાર રાખ્યા હતા અને તેના વડે સ્વીફ્ટ કાર નંબર જીજે ૧૮ બીબી ૯૯૪૦ ના કાચમાં તોડફોડ કરીને નુકસાન કર્યું હતું

ત્યારબાદ અબ્દુલ નથુ કેડાએ તેના હાથમાં રહેલ છરી વડે રાજેશ કંડિયાને હાથે પગે છરીના ઘા ઝીકયા હતા અને તેના દીકરા ભૂરાએ તેના હાથમાં રહેલ ધોકા વડે માર માર્યો હતો તેવી જ રીતે તુફાન ઓસ્માણે પણ ધોકા વડે ફરિયાદીને માર માર્યો હતો અને અબ્દુલ નથુ કૈડાએ રાજેશ કંડિયાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઈજા પામેલા રાજેશ ભુદરભાઈ કંડિયાને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા પછી તેણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઠ શખ્સની સામે ફરિયાદ નોંધાવી હતી આ ગુનામાં પોલીસે અગાઉ અબ્દુલ ઉર્ફે કાનો નથુ કૈડા જાતે સંધિ (૫૦), ઇમ્તીયાઝ અબ્દુલ કૈડા જાતે સંધિ (૨૪), સાહિદ હબીબ કૈડા જાતે સંધિ (૨૬) અને અકીલ હબીબ કૈડા જાતે સંધિ (૨૩) રહે.ચારેય સંધીવાસ જેતપર વાળાની ધરપકડ કરેલ છે હતી ત્યાર બાદ આ ગુનામાં તાલુકા પીએસઆઇ વી.બી.પીઠીયા દ્વારા ફિરોઝ અબ્દુલભાઈ કૈડા જાતે સંધિ (૨૩), તુફાન ઓસમાણ કૈડા જાતે સંધિ (૨૨), હુસેન ઓસમાણ  કૈડા જાતે સંધિ (૩૧) અને અસ્લમ હનીફભાઇ બુખારી જાતે સૈયદ (૨૨) ની ધરપકડ કરવામાં આવી છે




Latest News