મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં ૩૨.૭૦ લાખનો દારૂ મંગાવનાર બુટલેગરના ૨૯ મી સુધીના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબીમાં ૩૨.૭૦ લાખનો દારૂ મંગાવનાર બુટલેગરના ૨૯ મી સુધીના રિમાન્ડ મંજૂર

મોરબીના શનાળા ગામથી રાજપર જવાના રસ્તા ઉપર આવેલા કારખાનામાં સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા થોડા દિવસો પહેલા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ૬૨૨ પેટીથી વધુ દારૂ અને ટ્રક સહિત કુલ ૪૨ લાખથી વધુનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો જે ગુનામાં મોરબીમાં લાખો રૂપિયાની કિંમતનો દારૂ મંગાવનારા મુખ્ય આરોપીને એલસીબીની ટીમે ઝડપી લીધેલ હતી અને તેને રિમાન્ડ લેવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેથી કોર્ટે તેના ૨૯ મી સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી કરીને આરોપી સાથે સંડોવાયેલ આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મોરબીના શનાળા ગામથી રાજપર જતાં રસ્તા ઉપર સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા થોડા દિવસો પહેલા દારૂની રેડ કરવામાં આવી હતી. અને રામદેવપીરના મંદિર પાસે આવેલ આશીર્વાદ ઈમ્પેક્ષ નામના કારખાનામાં રેડ કરી હતી ત્યારે ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની ૭૪૬૪ બોટલો મળી આવી હતી જેથી ૩૨ લાખનો દારૂ અને ટ્રક સહિત અંદાજે ૪૨ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને ટ્રકના ડ્રાઈવર ચુનારામ મોટારામ ગોડારા તથા એક મજૂરની તે સમયે સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી હતી અને ડ્રાઈવરની પ્રાથમિક પૂછપરછમાં આશીર્વાદ ઇમ્પેક્ષના માલિક ડેનિસ કાંતિલાલ પટેલ દ્વારા માલ મંગાવવામાં આવ્યો હતો અને આ દારૂનો જથ્થો મૂળ ભીમકટા અને હાલ શનાળામાં રહેતા મૂળરાજસિંહ અજીતસિંહ જાડેજાએ મંગાવી આપ્યો હતો તેવી માહિતી સામે આવી હતી જેથી કરીને દારૂ મંગાવનાર અને મોકલાવનાર સહિતનાની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી દરમ્યાન આ કેસની તપાસ એલસીબીના પીએસઆઈ એન.એચ. ચુડાસમાની ટીમે છેલ્લે દારૂ મંગાવનાર આરોપી મૂળરાજસિંહ અજીતસિંહ જાડેજા (૩૦) મૂળ ભીમકટા અને હાલ શનાળા વાળાની ધરપકડ કરી હતી અને આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ૨૯ મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી કરીને પોલીસે દારૂના ધંધામાં આરોપી સાથે સંડોવાયેલા આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ કરેલ છે






Latest News