મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી: દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૨ માટે ૧૯ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી


SHARE









મોરબી: દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૨ માટે ૧૯ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી

સરકાર દ્વારા શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને પગભર કરવાની કામગીરી કરતા પ્લેસમેંન્ટ ઓફિસરોને રાજ્ય કક્ષાના પારિતોષિક આપવાની યોજના અમલમાં છે.

જે અન્વયે  દિવ્યાંગ પારિતોષિક મેળવવા ઇચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ/અધિકારીઓ અથવા દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓ/નોકરાદાતાઓ અથવા પ્લેસમેન્ટ ઓફિસરોએ અથવા સ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યક્તિઓએ નિયત નમુનામાં ફોર્મ ભરીને, (રાજ્ય કક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના પારિતોષિક  માટે અલગ અલગ ફોર્મ ભરવાનું રહે છે) જરૂરી દસ્તાવેજો સાથે, બે નકલમાં  તા.૧૯/૦૯/૨૦૨૨ સુધીમા રોજગાર વિનિમય કચેરી, જિલ્લાસેવા સદન રૂમ નં. ૨૧૪, બીજો માળ, સો-ઓરડી વિસ્તાર, મોરબીને રૂબરૂ કે ટપાલથી પહોંચતા કરવા અનુરોધ કરવામાં આવે છે. અધુરી વિગત વાળી/નિયત સમય મર્યાદા બાદની અરજી રોજગાર કચેરી ખાતે સ્વીકારવામાં આવશે નહી. જરૂરી ફોર્મ વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in પરથી  મેળવી શકાશે અથવા રોજગાર વિનિમય કચેરી ખાતેથી વિના મુલ્યે મળી શકશે તેવું મોરબી રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News