મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા રમત ગમત વિભાગ દ્વારા સાર્થક વિદ્યામંદિર-વિદ્યાર્થીઓનું કરાયું સન્માન


SHARE







મોરબી જિલ્લા રમત ગમત વિભાગ દ્વારા સાર્થક વિદ્યામંદિર-વિદ્યાર્થીઓનું કરાયું સન્માન

મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ દ્વારા સાર્થક વિદ્યામંદિરના  ખેલમહાકુંભના વિજેતા વિદ્યાર્થીઓનું તેમજ સમગ્ર મોરબી તાલુકામાં ખેલમહાકુંભમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ શાળાનું સન્માન કરવામાં આવ્યું હતું તાજેતરમાં જ યોજાયેલ ૧૧ માં ખેલ મહાકુંભ ૨૦૨૨ માં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ અલગ અલગ રમતોમાં ભાગ લીધેલ હતો એમાં ૮ ટીમ અને ૧૪ વિદ્યાર્થીઓ વ્યક્તિગત રીતે તાલુકા અને જિલ્લા કક્ષાએ વિજેતા થઈને  ઝોન તેમજ રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરેલું હતું. તે દરેક ૧૧૦ વિદ્યાર્થીઓને સન્માનવાના કાર્યક્રમનું આયોજન થયું હતું. આ તકે જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, મોરબી જીલ્લાના સ્પોર્ટ્સ કન્વિનર દિનેશભાઈ હુંબલ અને પ્રવીણભાઈ ઉપરાંત શાળાના સંચાલક કિશોરભાઈ શુકલ, કમલેશભાઈ અંબાસના, પ્રવીણભાઈ રાજાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા ૧૧ મા ખેલ મહાકુંભ ૨૦૨૨ માં  મોરબી તાલુકામાં  ૫૩ પોઇન્ટ સાથે શાળાએ બીજો નંબર  મેળવેલ છે ત્યારે વિદ્યાર્થીઓ અને શાળાને ઉપસ્થિત અધિકારીએ અભિનંદન પાઠવ્યા હતા. અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પોતાના વક્તવ્યમાં હિરલબેન વ્યાસે  સરકારના વિવિધ આયોજનો તેમજ કિશોરભાઈ શુકલએ વિદ્યાર્થીઓને રમત ગમત ક્ષેત્રે આગળ જવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.






Latest News