મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની લીલાપર ચોકડીએ કાર ચાલકે એકટીવાને હડફેટે લેતા બે વ્યક્તિને ઇજા: ગુનો નોંધાયો


SHARE









મોરબીની લીલાપર ચોકડીએ કાર ચાલકે એકટીવાને હડફેટે લેતા બે વ્યક્તિને ઇજા: ગુનો નોંધાયો

મોરબીની લીલાપર ચોકડી પાસે કાર ચાલકે એકટીવાને હદેફેટે લીધું હતું જેથી કરીને એક્ટિવા ઉપર જઈ રહેલ ત્રણ પૈકીના બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવવામાં યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને કાર ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં વાઘપરા શેરી નં-૧૫ માં રહેતા દીપકભાઈ ગાંડુભાઈ ગોગરા જાતે બોરીચા (૪૯) એક્ટિવા નંબર જીજે ૩૬ એચ ૫૨૩૩ લઈને મોરબીની લીલાપર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આર્ટિગા કાર નંબર જીજે ૩૬ એસી ૮૫૦૮ ને હડફેટે લીધું હતું જેથી કરીને એકટીવામાં જઇ રહેલા દીપકભાઈની સાથે વાહનમાં બેઠેલ તેની દીકરી પૂજા અને પૌત્ર માહિરને ઇજાઓ થઈ હતી અને અકસ્માત કરીને કાર ચાલક પોતાની કાર સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો જેથી કરીને બંને ઈજાગ્રતોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા બાદમાં દીપકભાઈ ગોગરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ચરાડવા જુગાર

હળવદ તાલુકાના ચરાડવા ગામે આંબલી વાળી શેરીમાં રહેતા ભુપતભાઈ ચતુરભાઈ માકાસણાના ઘરની બાજુમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સંજયભાઈ ઉર્ફે મુન્નો જગજીવનભાઈ માકાસણા, પ્રહલાદભાઈ રઘુભાઈ માકાસણા, જગદીશભાઈ ચતુરભાઈ માકાસણા અને છગનભાઈ નાનુભાઈ પઢીયાર જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૧૬૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે




Latest News