મોરબી-માળીયા આમ આદમી પાર્ટીના પંકજભાઈ રાણસરિયાને લોકો-વેપારી તરફથી અભૂતપૂર્વક આવકાર
SHARE
મોરબી-માળીયા આમ આદમી પાર્ટીના પંકજભાઈ રાણસરિયાને લોકો-વેપારી તરફથી અભૂતપૂર્વક આવકાર
મોરબી જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી લોકોને પ્રાથમિક સુવિધાઓ તેમજ વ્યાપારિક એકમોને પ્રાધાન્ય આપવામાં અને લોકઉપયોગી સવલતો આપવામાં ભાજપ અને કોંગ્રેસ બંને જ્યારે નિષ્ફળ ગયાં છે ત્યારે લોકોમાં હાલ આશાનું કિરણ એક માત્ર આમ આદમી પાર્ટીનાના કાર્યો છે માટે તેને ઠેરઠેર આવકાર મળી રહ્યો છે મોરબીના એકસમયે અપક્ષમાં ઉભા રહીને કદાવર નેતાઓને હંફાવી દેનાર યુવા ઉદ્યોગપતિ પંકજભાઈ રાણસરિયા હાલમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરી રહ્યા છે ત્યારે રંગપર, બેલા, અમરેલી, ધરમપુર, ટીબડી, તરાવીયા સનાળા તેમજ ચાંચાવદરડા સહિતના ગામોમાંથી ૫૦૦થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આગામી સમયમાં મોરબી માળિયાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વધુને વધુ જનસમર્થન મળે તે માટે પ્રવાસ ચાલુ જ છે હાલમાં ગામડાઓમાં એક જ અવાજ સાંભળવા મળે છે “પંકજભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ” ત્યારે મોરબી માળીયાને આ ચૂંટણીમાં મજબૂત વિકલ્પ મળે તેમાં શંકાને કોઈ સ્થાન નથી આ જનસમર્થન યાત્રામાં રાજુભાઈ, અશોકભાઈ, પંકજભાઈ, જેનિથભાઈ, જગદીશભાઈ, ગૌરવભાઈ અલ્પાબેન તેમજ હસીબેન સાહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા આવી જ રીતે મોરબીના પરાબજાર સહિતના વેપારી વિસ્તારમાં જનસંપર્ક કર્યો હતો ત્યારે પણ તેને અદભૂત આવકાર મળ્યો હતો અને ખાસ કરીને વેપારીઑ ભાજપ કે કોંગ્રેસના નેતા આવે તો એને કરેલા કામો વિશે પ્રશ્નો કરી જાકારો આપવો છે તેવું પંકજભાઈએ જણાવ્યુ છે









