મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

હળવદના રાતાભે ગામે વાડીમાં વિજશોર્ટ લગતા યુવાનનું મોત


SHARE







હળવદના રાતાભે ગામે વાડીમાં વિજશોર્ટ લગતા યુવાનનું મોત

હળવદ તાલુકાના રાતાભે ગામની સીમમાં વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મૂળ છોટા ઉદયપુર જિલ્લાના રહેવાસી યુવાનને વાડીએ વીજ શોટ લાગ્યો હતો જેથી તેનું ઘટના હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની હળવદ તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળી વિગત પ્રમાણે હળવદ તાલુકાના રાતાભે ગામની સીમમાં ધીરુભાઈ રજપુતની વાડીએ રહેતા મૂળ છોટા ઉદયપુર જિલ્લાના મોગરા પટેલ ફળિયુ વિસ્તારના રહેવાસી રૂલસિંગભાઈ બુમટાભાઈ રાઠવા (ઉંમર ૩૮) વાડીએ હતા ત્યારે ઈલેક્ટ્રીક મોટરના સ્ટાર્ટરના છેડા રિપેર કરવા જતાં તેને ઇલેક્ટ્રીક શોટ લાગી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની મૃતક યુવાનના પત્ની કણબીબેન રૂલસિંગભાઈ રાઠવા (ઉમર ૩૭) એ હળવદ તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ પર આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતો આદિત્ય દિનેશભાઈ કાસુન્દ્રા નામનો ૧૫ વર્ષનો સગીર બાઇકમાં બેસીને જતો હતો ત્યારે કંડલા બાયપાસ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ પાસે તે બાઈકમાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબી તાલુકાના અમરાપર (નાગલપર) ગામે રહેતો સાવન ઇન્દ્રસિંગ બગલ નામનો ૩૦ વર્ષીય મજૂર યુવાન કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેને અત્રેની આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો અને બનાવને પગલે હાલમાં તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ એન.જે.ખડીયા તપાસ ચલાવી રહ્યા છે.

યુવાન સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના દેવપુર (સુખપર) ગામે રહેતો લાલજીભાઈ મોહનભાઈ કોળી નામનો ૩૪ વર્ષીય યુવાન સુખપર ગામે બસ સ્ટેશન પાસે હતો ત્યાં બાઇક લઈને જતા સમયે તેનું બાઈક સ્લીપ થઈ જવાથી ઇજાઓ થતા તેને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો






Latest News