મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

માળીયા તાલુકા કક્ષાનો કલા મહાકુંભ ઉત્સાહભેર યોજાયો


SHARE









માળીયા તાલુકા કક્ષાનો કલા મહાકુંભ ઉત્સાહભેર યોજાયો

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ- ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી – મોરબી આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત માળીયા (મી.) તાલુકાકક્ષાના કલા મહાકુંભની ઉજવણી મોડેલ સ્કૂલ- મોટી બરાર ખાતે કરવામાં આવી હતી. જેમાં  વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં મોડેલ સ્કૂલ – મોટી બરારના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળ્યું હતું. ત્યારે ૧૫ થી ૨૦ વર્ષની ઉંમરના વિભાગમાં વકતૃત્વ સ્પર્ધામાં  મોડેલ સ્કૂલ-મોટી બરારની વિદ્યાર્થિની વાઘેલા અંજુ પ્રથમ, ચિત્રસ્પર્ધામાં મોડેલ સ્કૂલ-મોટી બરારની વિદ્યાર્થિની ઝાલા ઉર્વશી પ્રથમ, ઝાલા નર્મદા દ્વિતીય, રાઠોડ સુરતી તૃતીય ક્રમે વિજેતા થયેલ છે ૬ થી ૧૪ વર્ષની ઉંમરના સ્પર્ધકોના વિભાગમાં  ચિત્રસ્પર્ધામાં ધોળકિયા વિશ્વા પ્રથમ,વાઘેલા પ્રિયાંશી દ્વિતીય ક્રમે વિજેતા થયેલ છે આ નિબંધ લેખન સ્પર્ધામાં ૧૫ થી ૨૦ વર્ષની ઉંમરના વિભાગમાં મોડેલ સ્કૂલ-મોટી બરારની વિદ્યાર્થિની ડાંગર અવની પ્રથમ, ડાંગર નિલમ દ્વિતીય, વઘોરા રાધિકા તૃતીય ક્રમે વિજેતા થઇ છે લોકગીત-ભજનમાં મોડેલ સ્કૂલ-મોટીબરારની વિદ્યાર્થિની ચાવડા પ્રિન્સી  પ્રથમ, નાચીયા રોશન દ્વિતીય અને ચૌહાણ આશા તૃતીય ક્રમે વિજેતા થઇ છે. આ શાળાના આચાર્ય ભરતભાઈ વીડજા તથા તમામ સ્ટાફ દ્વારા વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા




Latest News