મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

માળીયા તાલુકા કક્ષાનો કલા મહાકુંભ ઉત્સાહભેર યોજાયો


SHARE







માળીયા તાલુકા કક્ષાનો કલા મહાકુંભ ઉત્સાહભેર યોજાયો

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ- ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત માળીયા (મી.) તાલુકાકક્ષાના કલા મહાકુંભની ઉજવણી મોડેલ સ્કૂલ- મોટી બરાર ખાતે કરવામાં આવી હતી. જેમાં  વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં મોડેલ સ્કૂલ મોટી બરારના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળ્યું હતું. ત્યારે ૧૫ થી ૨૦ વર્ષની ઉંમરના વિભાગમાં વકતૃત્વ સ્પર્ધામાં  મોડેલ સ્કૂલ-મોટી બરારની વિદ્યાર્થિની વાઘેલા અંજુ પ્રથમ, ચિત્રસ્પર્ધામાં મોડેલ સ્કૂલ-મોટી બરારની વિદ્યાર્થિની ઝાલા ઉર્વશી પ્રથમ, ઝાલા નર્મદા દ્વિતીય, રાઠોડ સુરતી તૃતીય ક્રમે વિજેતા થયેલ છે ૬ થી ૧૪ વર્ષની ઉંમરના સ્પર્ધકોના વિભાગમાં  ચિત્રસ્પર્ધામાં ધોળકિયા વિશ્વા પ્રથમ,વાઘેલા પ્રિયાંશી દ્વિતીય ક્રમે વિજેતા થયેલ છે આ નિબંધ લેખન સ્પર્ધામાં ૧૫ થી ૨૦ વર્ષની ઉંમરના વિભાગમાં મોડેલ સ્કૂલ-મોટી બરારની વિદ્યાર્થિની ડાંગર અવની પ્રથમ, ડાંગર નિલમ દ્વિતીય, વઘોરા રાધિકા તૃતીય ક્રમે વિજેતા થઇ છે લોકગીત-ભજનમાં મોડેલ સ્કૂલ-મોટીબરારની વિદ્યાર્થિની ચાવડા પ્રિન્સી  પ્રથમ, નાચીયા રોશન દ્વિતીય અને ચૌહાણ આશા તૃતીય ક્રમે વિજેતા થઇ છે. આ શાળાના આચાર્ય ભરતભાઈ વીડજા તથા તમામ સ્ટાફ દ્વારા વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા






Latest News