મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ ટંકારાના વીરપર પાસે અકસ્માત: ક્રેટા ગાડીના ચાલકે રિક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીની માળિયા ફાટક ચોકડીએ ટ્રક કન્ટેનરના ચાલકે એકટીવાને કચડી નાખ્યું: ઇજા પામેલ મહિલા સારવારમાં માળીયા (મી) નજીક રોડ ક્રોસ કરતાં માતા-પુત્રને આઇસરના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત: દીકરાનો પગ કપવો પડ્યો મોરબીના વિદ્યુતનગરમાં મહિલાએ અકળ કારણોસર જીવન ટૂંકાવ્યું મોરબીની અવની ચોકડીએ એપાર્ટમેન્ટની અગાસીએ કપડાં સુકવતા સમયે નીચે પટકાતાં વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના સરા ગામ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત 


SHARE











મોરબીના સરા ગામ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત 

 

મોરબીના હળવદ તાલુકામાં સરા રોડ ઉપર આવેલ નર્મદા કેનાલમાં પાણી ભરવા જતાં સમયે પગ લપસી જતાં ડૂબી જવાથી યુવાનનું મોત નિપજેલ છે. હળવદ પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હળવદના સરા રોડ ઉપર આવેલ નર્મદાની કેનાલમાં પાણી ભરવા માટે ગયેલા ચેતનસિંહ જગદીશસિંહ ગોહિલ દરબાર (૩૬) ધંધો ખેતી હાલ રહે. હળવદ હરીનગર ગોલ્ડ સરા રોડ મૂળ રહે.મૂળ રહે મગલાણા તાલુકો શિહોર જી.ભાવનગર કેનાલમાં ડૂબી ગયા હતા જેથી કરીને ચેતનસિંહ ગોહિલનું મોત નિપજેલ છે બનાવ અંગે મૃતકના સંબંધી મહેન્દ્રસિંહ ગોહિલે હળવદ પોલીસને જાણ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી નજીકના શકત શનાળા ગામના રહેવાસી મહાવીરસિંહ જુવાનસિંહ ઝાલા નામનો ૩૮ વર્ષીય યુવાન ગઇકાલ તા.૧૯ ના ૭:૩૦ વાગ્યે લક્ષ્મીનગરના ઓવરબ્રીજની પાસેથી પગપાળા જતો હતો ત્યારે ત્યાં કોઈ અજાણી કારના ચાલકે તેને હડફેટે લેતા ઇજાગ્રત થયેલા મહાવીરસિંહ જુવાનસિંહ ઝાલાને અહિંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયો હતો. બનાવ સંદર્ભે તાલુકા પોલીસને જાણ થતાં હાલમાં બીટ જમાદાર એમ.એલ.બારૈયાએ બનાવની આગળની તપાસ શરૂ કરી છે.

યુવાન સારવારમાં

મોરબી નજીકના આમરણ ગામે આવેલ એસવીએલ કન્ટ્રકશન નામના યુનિટના લગાવવામાં આવેલા કેમ્પમાં સાપ કરડી જવાથી નિરવકુમાર વૃંદાવનકુમાર નામના ૨૮ વર્ષીય યુવાનને હાલમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક નજીક બાઈક અને રિક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતનાં બનાવમાં મોરબીના પ્રેમજીનગરના દિનેશ કાનજીભાઇ પરમાર નામના ૩૫ વર્ષના યુવાનને ઇજાઓ થતાં તેને સારવારમાં ખસેડાયો હતો.






Latest News