મોરબીના સરા ગામ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત
જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ખાનગી તબીબો સાથે મીટીંગ યોજાઇ
SHARE
ક્ષય રોગ નિર્મૂલન કાર્યક્રમમાં સહયોગ આપવા મોરબી જીલ્લાના તમામ ખાનગી તબીબોને અપીલ
જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ખાનગી તબીબો સાથે મીટીંગ યોજાઇ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટીબી નિર્મૂલન અભિયાન ૨૦૨૫ ને સાકાર કરવા માટે મોરબીના તમામ ખાનગી તબીબોને સહયોગી થવાની હાકલ કરી ભારત સરકારના આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ ક્ષય જેવા જાહેર આરોગ્યના ગંભીર રોગને નિર્મૂલન કરવા મોરબી ખાતે નોંધાયેલ તમામ ખાનગી તબીબો આ બાબતે સંવેદનશીલતા કેળવે અને ટીબી નિર્મૂલન ઝુંબેશ સ્વરૂપે ઉપાડે તે માટે ખાનગી હોસ્પીટલોના તબીબો સાથે અધીકારી દ્રારા મિટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
ક્ષયરોગના નિદાન તથા સારવાર અંગેની તમામ વિસ્તૃત જાણકારી સરકારની સૂચના મુજબ નિયમીત નમૂનામાં આરોગ્ય વિભાગને આપવી તથા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ટીબી નિર્મૂલન અભિયાન-૨૦૨૫ ની જાણકારી આપવામાં આવી હતી.મોરબીના તમામ ખાનગી તબીબોને ટીબીના દર્દીઓને શોધી યોગ્ય નોંધણી કરવાની આવશ્યકતા ઉપર ભાર મૂકી ભારત સરકારના ૨૦૨૫ સુધીના ટીબી નિર્મૂલન અભિયાનમાં યોગદાન આપવાની અપીલ કરી હતી. તથા ક્ષય પોષણ યોજના હેઠળ ટીબીના દરેક નોંધાયેલ દર્દીઓને સારવાર ચાલુ રહે ત્યાં સુધી સહાય મળે તે બાબતે મોરબી જિલ્લા ક્ષય અધિકારીએ ખાસ ભાર મૂક્યો હતો.