હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર
Breaking news
Morbi Today

હળવદ નજીક કેનાલમાં પાણી પીવા જતાં મોત મળ્યું !


SHARE







હળવદ નજીક કેનાલમાં પાણી પીવા જતાં મોત મળ્યું !

હળવદ તાલુકાના સરંભડા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં પાણી પીવા જતા પગ લપસી જવાથી યુવાન કેનાલમાં પડી ગયો હતો અને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું કેનાલના પાણીમાં મોત નીપજયું હતું જેથી કેનાલમાંથી તેની બોડીને બહાર કાઢીને પીએમ માટે હળવદની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને અકસ્મત મૃત્યુના બનાવની હળવદ તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા માધાભાઈ રામસિંગભાઈ થરેસા જાતે કોળી (ઉમર ૪૩) ગત તા. ૨૬/૮ ના બપોરના દોઢેક વાગ્યાના અરસામાં હળવદ તાલુકાના સરંભડા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં પાણી પીવા માટે ગયા હતા ત્યારે અકસ્માતે તેનો પગ લપસી જતા તે કેનાલના પાણીમાં પડી ગયા હતા જેથી કરીને તેની શોધખોળ કરવામાં આવી રહી હતી દરમિયાન તેનો મૃતદેહ નર્મદાની કેનાલમાંથી મળી આવતા પાણીમાંથી બહાર કાઢીને તે મૃતદેહને પીએમ માટે હળવદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ અકસ્માત મૃત્યુના બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

ત્રણ બોટલ દારૂ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપ પાસે આવેલ અનંતનગરના ગેટ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવી હોય પોલીસે ૧૧૨૫ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા જાતે દરબાર (ઉંમર ૨૩) રહે. અનતનગર શેરી નં-૨ બ્લોક નંબર ૨૩ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News