મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાના કમાન્ડોએ લમણે ગોળી મારીને કરી આત્મહત્યા


SHARE





રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાના કમાન્ડોએ લમણે ગોળી મારીને કરી આત્મહત્યા

મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં આવતા મોટા દહીસરા ગામે સાંસદના કમાન્ડોએ પોતાની સર્વિસ રિવોલ્વમાંથી પોતાના લમણે ગોળી ધરબીને આપઘાત કરી લીધેલ છે જેથી આ બનાવની માળિયા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને મૃતક કમાન્ડોએ લખેલી સુસાઇડ નોટને પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં રહેતા રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાના કમાન્ડો તરીકે ફરજ બજાવતા અશ્વિનભાઈ રાયધનભાઈ બાલાસરા (૪૫) મૂળ રહે. મોટા દહીસરા માળીયા મિયાણાં વાળા સામાન્ય રીતે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાની સાથે જ રહેતા હોય છે જો કે, તેઓને છેલ્લા ઘણા સમયથી બીમારી હોય બીમારીની સારવાર માટે તેઓને અગાઉ અમદાવાદ દાખલ પણ કરવામાં આવ્યા હતા જોકે, ફેફસાની બીમારી હોવાના કારણે તેઓએ બીમારીથી કંટાળીને પોતાના મોટા દહીસરા ગામે આવેલા ઘરે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી લમણે ફાયરિંગ કરીને આત્મહત્યા કરી લીધી છે વધુમાં જાણવા મળતી પ્રમાણે અશ્વિનભાઈએ આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી જે સુસાઇડ નોટ હાલમાં માળિયા તાલુકા પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે અને આ સુસાઇડ નોટમાં પણ તેઓએ આર્થિક રીતે સુખી સંપન્ન છે પરંતુ બીમારીથી કંટાળીને અંતિમ પગલું ભરે છે તેવું મૃતકે લખ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે

#mohankundaariya #aapghat #srp #morbipolice #gujaratpolice #bjp #morbibjp #gujratabjp #harshsanghvi




Latest News